શંકર ચૌધરીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો સંભાળ્યો ચાર્જ- કહ્યું સૌ પ્રથમ કરીશ આ કામ

ગુજરાત(Gujarat): ગઈકાલે ગાંધીનગર(Gandhinagar) સ્થિત ગુજરાત વિધાનસસભા(Gujarat Legislative Assembly)માં તમામ ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા અને બાદ આજે વિધાનસભાના એક દિવસીય સત્રમાં વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરી…

ગુજરાત(Gujarat): ગઈકાલે ગાંધીનગર(Gandhinagar) સ્થિત ગુજરાત વિધાનસસભા(Gujarat Legislative Assembly)માં તમામ ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા અને બાદ આજે વિધાનસભાના એક દિવસીય સત્રમાં વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) દ્વારા વિધાનસભા ગૃહમાં અધ્યક્ષના નામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેને મંત્રી ઋષિકેશ પટેલ(Rishikesh Patel) દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. જે બાદ સર્વાનુમતે પ્રસ્તાવનો સ્વિકાર કરાયા પછી અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની પસંદગી કરવામાં આવી છે.

જાણો શું કહ્યું શંકર ચૌધરીએ:
શંકર ચૌધરીએ જણાવતા કહ્યુ હતું કે, વિધાનસભાના અધ્યક્ષ ક્યારેય એક તરફી નથી હોતા. આ પ્રકારની છબી બદલવાનો ચોક્કસપણે પ્રયાસ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હોય છે. તમામ ધારાસભ્યની એ ફરજ છે અને બધાના સહયોગથી અમે આ કરીને બતાવીશું. જનરેશન બદલાઈ રહી છે અને યુવાનોને પણ જોડાવાના છે.

ઉમેરતા કહ્યું હતું કે, વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે દિશામાં વિધાનસભાને લઈ જવામાં આવશે. યુવા વયે પક્ષે મને જવાબદારી સોંપવામાં આવી છે તે પૂરી કરીશું. રાજકારણમાં જ્યારે જે જવાબદારી મને મળી તે નિભાવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે.  પ્રજાના મનમાં પણ વિધાનસભાની જે છાપ છે તે બદલવામાં આવશે.

મહત્વનું છે કે, થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી દ્વારા ગઈકાલે ભાજપના પ્રાથમિક સભ્યે પદેથી રાજીનામું આપવામાં આવ્યું હતું. વ્યવસ્થાના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ભારતીબેન શિયાળની હાજરીમાં રાજીનામું આપ્યું હતું. અમે તમને જણાવી દઈએ કે, શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ભાજપ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને બંધારણીય વ્યવસ્થાના ભાગરૂપે અધ્યક્ષને પક્ષમાંથી રાજીનામુ આપવું પડતું હોય છે.

મહત્વનું છે કે, 12 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા ત્યારે જ વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ ખુબ જ ચર્ચામાં હતું. ત્યારે વિધાનસભા અધ્યક્ષની રેસમાં રમણ વોરા અને ગણપત વસાવા પણ હતા. જો કે, વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ફક્ત જેઠા ભરવાડનું નામ ચર્ચામાં હતું. હવે સત્તાવાર રીતે ભાજપે સ્પષ્ટ બહુમતીના કારણે શંકર ચૌધરીને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

ભાજપ દ્વારા વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, તેઓ બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા છે. જ્યારે 15મી વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડનું નામ નક્કી કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *