રાજ્યના દિવ્યાંગ લોકો માટે ખુશીના સમાચાર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય

ગુજરાત(Gujarat): રાજ્યના રાજકારણમાં ફેરફાર થયા બાદ ધીમે ધીમે નેતાઓ સક્રિય કામગીરી કરી રહ્યા છે. રાજ્યને નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીઓ મળ્યા બાદ હવે ગુજરાતની આગામી…

ગુજરાત(Gujarat): રાજ્યના રાજકારણમાં ફેરફાર થયા બાદ ધીમે ધીમે નેતાઓ સક્રિય કામગીરી કરી રહ્યા છે. રાજ્યને નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીઓ મળ્યા બાદ હવે ગુજરાતની આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી તરીકેનું પદ ગ્રહણ કર્યા બાદ ભુપેન્દ્ર પટેલ સક્રિય થઇ રહ્યા છે અને મહત્વના નિર્ણયો લઇ રહ્યા છે. ત્યારે હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય(Big decision) લેવામાં આવ્યો છે. આ નિર્ણય રાજ્યભરના દિવ્યાંગ લોકો માટે લેવામાં આવ્યો છે. જેને લીધે દિવ્યાંગ લોકો(Divyang people)ને ખુબ જ મોટી રાહત મળશે.

ત્યારે મુખ્યમંત્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ(Lord Mahavir Handicapped Assistance Committee) દ્વારા સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ- કન્યા છાત્રાલય આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોચ્યા હતા અને આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગોને મોટી ભેટ આપી છે. આ કાર્યક્રમમાં જાહેરાત કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હવેથી દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર મેળવવા માટે વારંવાર ચેકઅપ કરાવવા માટે નહિ જવું પડે. જ્યારે ST બસમાં મુસાફરી માટે દિવ્યાંગોને મળતો પાસ પણ હવેથી આજીવન ધોરણે માન્ય ગણવામાં આવશે તે પ્રકારની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવતા કહ્યું હતું કે, પહેલા દિવ્યાંગોને વિકલાંગના પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈને મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. ત્યારે રાજ્ય સરકારે દિવ્યાંગો માટે રાહત આપીને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમણે પેરા ઓલિમ્પિકમાં ભારતને ગૌરવ અપાવનાર અને અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી ભાવિના પટેલની સફળતાને પણ યાદ કરી હતી.

સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના લોકોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું. જેમાં ભૂપેન્દ્ર પટેલે ને સવાલ પૂછવામાં આવ્યું કે CM બન્યા બાદ તમને કેવું લાગે છે. જેનો જવાબ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, મને મુખ્યમંત્રી બન્યા બાદ મોસાળમાં પીરસનાર હોય તેવું લાગે છે. સાથે વધુમાં તેમણે જણાવતા કહ્યું છે કે સરકારની સાથે જે ટ્રસ્ટ ઉભા છે તેમને સરકાર સાથ આપે જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના મેમનગરમાં સૌરાષ્ટ્ર કેળવણી મંડળમાં ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમારોહ યોજવામાં આવ્યો હતો અને આ સમારોહમાં નવા નીમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ વ્યક્તિઓને 3 દિવસના કેમ્પ દરમિયાન હાથ-પગ બનાવી આપવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં નવી સરકારનાં ગઠન બાદથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા અન્ય કેબિનેટ મંત્રીઓ એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં માથે ઓછા સમયમાં વધુ કામ કરી બતાવવાનો પડકાર છે ત્યારે આજે એક મહત્વની કેબિનેટ બેઠક(Cabinet meeting)નું આયોજન કરવામાં આવ્યું છે જેમા સરકાર દ્વારા મહત્વના અને મોટા નિર્ણય લેવાઈ શકે તેવી પુરેપુરી સંભાવનાઓ છે.

આજે આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા:
ગુજરાત રાજ્યમાં નવી સરકારમાં મંત્રીઓને ખાતાની વહેંચણી કર્યા બાદ પ્રથમ વખત કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે. આ આયોજિત બેઠકમાં મંત્રીઓ પાસેથી કામ અંગેના રિવ્યુ લેવામાં આવશે. સાથે સાથે આ સિવાય વરસાદની સ્થિતિ અંગે પણ મહત્વની ચર્ચા કરવામાં આવી શકે છે. થોડા દિવસ પહેલા જ વરસાદનાં કારણે સૌરાષ્ટ્રમાં ખુબ જ ભારે નુકસાન થયું છે ત્યારે અતિવૃષ્ટિમાં થયેલ નુકસાન અંગે પણ રિપોર્ટ રજૂ કરી સર્વે અંગે કેબિનેટ બેઠકમાં કોઈ મહત્વના નિર્ણય લેવાઈ શકે છે.

આ મોટા નિર્ણય પર રહેશે સૌની નજર:
રાજ્ય સરકારનાં મોટા નિર્ણયોની વાત કરવામાં આવે તો ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવાને લઈને કોઇ મોટો નિર્ણય આ કેબીનેટ બેઠકમાં લેવાઈ શકે છે. આ સિવાય રાજ્યમાં કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હાલમાં સરકાર દ્વારા લાગુ નિયમોમાં ફેરફારને લઈને પણ કોઈ નિર્ણય લેવાઈ શકે છે અને રાત્રી કરફ્યુમાં પણ થોડી છૂટછાટ મળી શકે છે. આ સાથે સાથે બેઠકમાં કોરોનાને લઈને પણ અગત્યના નિણર્ય લેવાઈ શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *