પાટીલ, કાનાણી, બોઘાવાલા, સંઘવીની ચોકડીએ 250 ઓક્સીજન બેડનું કહી ફોટો પડાવ્યા- હકીકતમાં બન્યા છે 70 બેડ એમાં પણ…

સુરતમાં હજીરા માં આવેલી આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ દ્વારા તેમના જ પ્લાન્ટમાં કોવિડ હોસ્પિટલનો શુભારંભ 27 જુલાઈના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ…

સુરતમાં હજીરા માં આવેલી આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ દ્વારા તેમના જ પ્લાન્ટમાં કોવિડ હોસ્પિટલનો શુભારંભ 27 જુલાઈના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ તૈયાર પાટીલ આરોગ્યમંત્રી કુમાર કાનાણી અને ધારાસભ્યો ની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો અને અહીં 250 જેટલા બેડ કોરોના ગ્રસ્ત દર્દીઓ માટેેેેેે તૈયાર હોવાનો દાવો પણ કરાયો હતો પરંતુ સ્થળ ઉપર નું દ્રશ્ય કંઈક અલગ જ જોવા મળ્યું હતું.

મીડિયા અહેવાલો મુજબ હાલમાં આ covid કેર isolation સેન્ટરમાં માત્રને માત્ર 14 બેડ કાર્યરત હતા. જેમાંથી માત્ર 7 કોરોના ગ્રસ્ત દર્દીઓ અહીં સારવાર લઇ રહ્યા હતા. જોકે 50 થી 60 બેડ તૈયાર અવસ્થામાં હતા પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જે 250 બેડ નો દાવો કરવામાં આવ્યો હતો તે ક્યાંક ને ક્યાંક દિવાસ્વપ્ન જેવો સાબિત થયો હતો.

જોકે સ્થળ પર ના લાઈવ દ્રશ્યો જોતા જાણવા મળ્યું હતું કે હાલમાં અહીં 250 બેડ તૈયાર કરવા માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી તો બીજી બાજુ અહીં 1000 બેડ કાર્યરત કરવા ની વાતો ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ક્યાંકને ક્યાંક માત્રને માત્ર વાહ વાહી મેળવવા માટેની રાજકીય તડપ હોય તેવું સ્પષ્ટપણે ભાસી રહ્યું હોય એમ લાગતું હતું.

જોકે 250 બેડ જો કાર્યરત થાય તો તે માટે જરૂરી તબીબ સ્ટાફ પણ ઉપલબ્ધ હોવું જરૂરી છે બીજી બાજુ કંપની દ્વારા તેના તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી ચુકી છે હાલમાં તડામાર તૈયારીઓ ચાલુ છે. પરંતુ ભાજપના નેતાઓએ ઉતાવળમાં આવીને રાજકીય લાભ ખાટવા જે મોટી મોટી જાહેરાતો કરી એને લઈને સોશિયલ મીડિયામાં પણ જોરદાર ટીકા થઈ રહી છે.

આવું થવા પાછળ નેતાઓએ હરખઘેલા બનીને કરેલું ઉદ્ઘાટન છે. કારણકે ગ્રાઉન્ડ રીપોર્ટમાં જાણવા મળ્યું એ મુજબ આ હોસ્પિટલ હજુ તૈયાર થતા વાર લાગે એમ હતી તેમ છતાં પોતે કામ કરી રહ્યા છે તેવું બતાવવા ખોટી ઉતાવળ કરવામાં આવી. જયારે અહિયાં મશીનરીની વાત કરીએ તો હજુ તંત્ર તરફથી ૧ કોમ્પ્યુટર આજે બપોર સુધી ફાળવાયું છે. જેનાથી દર્દીઓની ડેટા એન્ટ્રી થઇ શકે. કંપની દ્વારા પોતાના ખર્ચે આ હોસ્પિટલ ઉભી થતા હજુ સમય લાગી શકે એમ છે, પરંતુ જેટલા બેડ ઉપલબ્ધ થયા છે તે અંગેની યોગ્ય જાહેરાત ન થવાથી હજુ આ હોસ્પિટલનો લાભ લોકો સુધી પહોચી શક્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *