આજે 10 વાગ્યે CM વિજય રુપાણી કરી શકે છે આ મહત્વની જાહેરાત -જાણો જલ્દી…

PM નરેન્દ્ર મોદીએ મંગળવારનાં રોજ કચ્છમાં આવેલ ધોરડોની મુલાકાત લીધી હતી ત્યારે આ દરમિયાન CM વિજય રૂપાણી પણ ઉપસ્તિથ રહ્યા હતા. PM નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત પછી હવે CM વિજય રૂપાણી આજે એક મહત્વની જાહેરાત કરવા માટે જઇ રહ્યા છે.

પત્રકાર પરિષદ કરશે મહત્વની જાહેરાત :
આજ સવારમાં 10 વાગ્યે મહત્વની જાહેરાત કરશે. મુખ્યમંત્રી વિજય રુપાણી ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરવા માટે જઈ રહ્યાં છે ત્યારે હાલમાં CM વિજય રુપાણી જાહેરાતને લઇ કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં રાજ્યમાં કોરોનાની વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે તેમજ વેક્સિનેશન માટે સર્વેની કામગીરી ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી રસીકરણને લઇ અગત્યની જાહેરાત કરી શકે છે.

દિવાળી પછી કાબૂમાં આવેલ કોરોના આગામી દિવસો ફરી ગતિ ન પકડે તે માટે લેવાઇ શકે છે નિર્ણય :
રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો થયો છે ત્યારે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ તેમજ આગામી ક્રિસમસના દિવસોમાં કોરોના સંક્રમણમાં વધારો ન થાય એની માટે પણ મહત્વની જાહેરાત કરી શકે છે. આની સાથે જ થોડા દિવસો બાદ આવી રહેલ ક્રિસમસનો તહેવાર ઘરમાં જ ઉજવણી કરે તેની માટે અપીલ પણ કરી શકે છે.

રાજ્યમાં દિવાળી પછી કોરોના કાબૂમાં આવ્યો છે ત્યારે હવે ફરીથી ગતિ પકડે નહી તેની માટે CM વિજય રુપાણી નિર્ણય લઇ શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં સસ્ત વધતી જતી આગની ઘટનાને ધ્યાનમાંર લઇ CM વિજય રૂપાણીનો મોટો નિર્ણય લીધો હતો. રાજ્યમાં નવા ફાયર NOC હવે ઓનલાઇન મળશે. આગની ઘટનાને લઈ ડાયરેક્ટર ઓફ ફાયરની જગ્યા ઊભી કરવામાં આવી છે.

કુલ 4 ઝોનમાં આ કચેરી કામ કરશે. ફાયર સિસ્ટમ ચેક કરવાની કામગીરી કરશે. આગની ઘટનાને નિયંત્રણમાં રાખવા માટે કામ કરવામાં આવશે. 26 જાન્યુઆરીથી નવી સિસ્ટમનું અમલીકરણ કરાવવામાં આવશે. ફાયર NOC ચેકિંગની જવાબદારી એન્જિનિયરોને તાલીમ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *