ગુજરાતના વિસ્તારમાં બસ, ટ્રક અને આઈસર એમ એકસાથે 3 વાહનો અથડાતાં સર્જાયો ભયંકર અકસ્માત

હાલમાં સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે શિયાળામાં વહેલી સવાર ધુમ્મસભર્યા વાતાવરણમાં ઘણીવાર અકસ્માત સર્જાતા હોવાનું સામે આવતું હોય છે. રાજ્યમાં માર્ગ અકસ્માતની…

હાલમાં સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે શિયાળામાં વહેલી સવાર ધુમ્મસભર્યા વાતાવરણમાં ઘણીવાર અકસ્માત સર્જાતા હોવાનું સામે આવતું હોય છે. રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યી છે ત્યારે હાલમાં ફરી એકવાર અમદાવાદ શહેરમાંથી આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

અમદાવાદ રિંગરોડ પર વહેલી સવારમાં ત્રિપલ અકસ્માત સર્જાયો છે. સરખેજ-નારોલ હાઇવે પર લક્ઝરી બસ, ટ્રક તથા આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો છે.  અમદાવાદમાં શહેરમાં વહેલી સવારમાં રિંગરોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. શહેરના સરખેજ-નારોલ હાઇ વે પર લકઝરી બસ, ટ્રક તથા આઇસર વચ્ચે ત્રિપલ અકસ્માતમાં કુલ 2 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.

ટ્રકચાલકે કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઇડર કુદીને રોંગ સાઇડમાં ઘૂસી જતાં ટ્રક બસ સાથે અથડાયો હતો. જો કે, ત્યારબાદ બસની પાછળ આવી રહેલ આઇસર ટ્રક પણ બસની સાથે અથડાતા અકસ્માતમાં કુલ 2 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જાયાં પછી નારોલ વિશાલા હાઈ-વે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

પોલીસ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. મળી રહેલ જાણકારી મુજબ, ટ્રકચાલકે કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઇડર કુદીને રોંગ સાઇડ ઘૂસી જતા બસ સાથે અથડાયો હતો. જો કે, બસની પાછળ આવી રહેલ આઇસર ટ્રક બસ સાથે ટકરાઇ હતી.

આ ત્રિપલ અકસ્માતમાં માત્ર 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. સરખેજ-નારોલ હાઇ વે રિંગ રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાતાં થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે, અકસ્માત અંગેની જાણ થતાંની સાથે જ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને કાર્યવાહી શરુ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *