હાલમાં CM રૂપાણી દ્વારા રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ સહિત સ્મશાનગૃહના કર્મચારીઓની પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં તેમની કપરી સેવા- કામગીરીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કોર કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો છે.
જાણવા મળ્યું છે કે, CM રૂપાણી દ્વારા સ્મશાનગૃહમાં કામ કરતા કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવા કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે.
– સ્મશાનગૃહમાં ફરજ બજાવતા કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે
– રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય
– રાજ્યના સ્મશાનગૃહોના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વધુ એક જ્ઞાતિને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવેશ કરવામાં આવી છે. મારૂ કુંભાર નામની જ્ઞાતિનો સમાવેશ હવે પછી SEBC કેટેગરીમાં થયો છે. ગીર સોમનાથ જિલ્લાના કુંભાર જ્ઞાતિની પેટા શાખા ‘મારૂ કુંભાર’ જેમના દસ્તાવેજોમાં દર્શાવેલું હતું. તેમને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણ પત્ર મેળવવામાં મુશ્કેલી પડતી હતી. જેને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા આ કામગીરીનું નિવારણ લાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મોટા નિર્ણયમાં અમૃતમ માં-વાત્સલ્ય કાર્ડથી ખાનગી હોસ્પિટલમાં પણ લાભ મળી શકશે. દરરોજના રૂપિયા 5,000ની મર્યાદામાં દાખલ થયાના 10 દિવસ સુધી લાભાર્થીને લાભ મળી શકશે. જણાવી દઈએ કે, આ નિર્ણય 10 જુલાઇ સુધી લાગુ રહેશે.
ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની સ્થિતિને લઈ અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, ગુજરાતના તમામ ધારાસભ્યોને તેમને મળતી સંપૂર્ણ ગ્રાન્ટનો ઉપયોગ કોરોનાની સામગ્રીઓ માટે કરી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પોતાને ધારાસભ્ય તરીકે મળતી સંપૂર્ણ ગ્રાન્ટ કોરોનાની સારવાર પાછળ આપી દેવામાં આવી છે. અન્ય ધારાસભ્યો પણ સરકારની ગાઈડ લાઈન મુજબ આ કામ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.