CM રૂપાણીના બીભત્સ વિડીયો એડીટીંગ કરીને મુકવા ઇન્સ્ટાગ્રામરને ભારે પડ્યા- સુરત ક્રાઈમ બ્રાંચે યુવકને ઉંચક્યો

હાલમાં જુવાનીયાઓ થી માંડીને ઘરડા પણ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટીવ રહેતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર અવારનવાર લોકો બીભત્સ વીડીયો એડીટીંગ કરીને મુકતા…

હાલમાં જુવાનીયાઓ થી માંડીને ઘરડા પણ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટીવ રહેતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર અવારનવાર લોકો બીભત્સ વીડીયો એડીટીંગ કરીને મુકતા રહે છે. હાલમાં વોમ્બો નામની એપ્લીકેશન મારફત ચહેરાનો ફોટો મુકીને કોમેડી વિડીયો બનવવાનો વલણ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાનનો ફોટો વાપરીને તેમનો વિડીયો વાઈરલ કરવો એક સુરતના યુવાનને ભારે પડી ગયું છે.

હાલમાં આ મહામારી વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યવસ્થાને અસર થયા તથા જનતામાં ગભરાટ ફેલાય તેવી કોઈ અફવા સોશિયલ મીડિયાના માધ્યમથી ના ફેલાય અને કોઈ અફવા ધ્યાનમાં આવે તો આવી પ્રવૃત્તિને અંકુશિત કરી કાર્યવાહી કરી છે. સુરત ક્રાઈમ બ્રાંચ અને સાયબર ક્રાઈમ દ્વારા સતત સોશિયલ મીડિયા પર નજર રખાઈ રહી છે.

થોડા દિવસ પહેલા જ સુરતમાંથી કોઈ વ્યક્તિએ cm વિજય રૂપાણીનો વિડીયો એડીટીંગ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કર્યો હતો. આજરોજ સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ આજે સાયબર ક્રાઈમ દ્વારા પણ લોકડાઉનની ખોટી અફવા વળી પોસ્ટ કરનારની ધરપકડ કરવામાં આવી છે.

CM વિજય રૂપાણીનો વિડીયો એડીટીંગ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરનાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને gujju_smaily નામનું ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવનાર કિશન અરવિંદભાઈ રૂપાણી નામના યુવકની સુરત ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. અને સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *