આજ રોજ 2 ઓક્ટોબર એટલે કે, રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષે રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજયંતિ એકદમ સાદગીપૂર્વક ઉજવવામાં આવશે. રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા આજ રોજ એક જાહેરાત કરવામાં આવી છે. ખાદીના વેચાણમાં 20 ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ડિસકાઉન્ટ 5 ઑક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ચાલું રહેશે. ગાંધી જયંતિ નિમિત્તે CM રૂપાણીએ એક મોટી જાહેરાત કરી છે. આગામી પેઢી ખાદી પહેરતી થાય તેના માટે ખાદીના વેચાણમાં 20% વળતરની જાહેરાત કરાઈ છે. આ વળતર 5 ઑક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ચાલું રહેશે.
2 ઓક્ટોબર એટલે કે, આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અવસરે CM રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબરથી 31 ડિસેમ્બર સુધી ખાદીના વેચાણમાં 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે. ખાદીનો વ્યાપ જન જન સુધી વિસ્તરે અને લોકો ખાદી ખરીદે એ માટે આ ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
લઘુ ઉદ્યોગો થકી આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારોના ઉત્કર્ષ માટે
ગાંધીજીનું મુખ્ય કામ ખાદી વણાટ અને ખાદી વસ્ત્ર ઉદ્યોગ દ્વારા લઘુ ઉદ્યોગો થકી આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારોના જીવનમાં આર્થિક ઉન્નતિ આવે તેવા ઉદ્દાત ભાવ સાથે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી છે.
5 ઓક્ટોબરથી 31 ડીસેમ્બર સુધી ખાદીની ખરીદી પર 20 ટકા વળતર
ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, રાજ્યમાં કોઈ પણ ખાદી ભંડાળમાં 5 ઓક્ટોબરથી 31 ડીસેમ્બર સુધી ખાદીની ખરીદી પર 20 ટકા વળતર મળશે. ખાદીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો છે. આજે ગાંધીજીની જન્મ જયંતિ પર આ જાહેરાત કરાઈ છે.
આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અવસરે સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબરથી 31 ડિસેમ્બર સુધી ખાદીના વેચાણમાં 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે. ખાદીનો વ્યાપ જન જન સુધી વિસ્તરે અને લોકો ખાદી ખરીદી માટે પ્રેરિત થાય જેથી ખાદી વણાટ અને ખાદી વસ્ત્ર ઉદ્યોગ દ્વારા આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારોના જીવનમાં આર્થિક ઉન્નતિ આવે તેવા ઉદ્દાત ભાવ સાથે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી છે.
વિજય રૂપાણીની જાહેરાત પ્રમાણે રાજ્યમાં કોઈ પણ ખાદી ભંડાળમાં 5 ઓક્ટોબરથી 31 ડીસેમ્બર સુધી ખાદીની ખરીદી પર 20% વળતર મળશે. ખાદીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો છે. આજે ગાંધીજીની જન્મ જયંતિ પર આ જાહેરાત કરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle