ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ભુખ્યાને ભોજન સેવાયજ્ઞ બાદ હવે પરેશ ધાનાણી ખુદ ઘરે-ઘરે જઈ આપી રહ્યા છે દવા

Paresh Dhanani himself is going from house to house giving medicine

હાલ લોકડાઉનના સમયમાં લોકો ખુબ જ હેરાન પરેશાન છે. લોકો પાસે ખાવાના ખૂટી રહ્યા છે. આ લોકડાઉનમાં સામાન્ય, મધ્યમવર્ગ અને જરુરીયાતમંદ લોકો માટે ભુખ્યાને ભોજન સેવાયજ્ઞ શરુ કરી હજારો લોકો સુધી ભોજન પહોચાડનાર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા કોરોના સામે લડવા રોગ પ્રતીકારક શક્તિ વધારતી હોમિયોપેથીક દવાનું અમરેલી શહેરમાં વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

થોડા સમય પહેલા પણ વતન જઈ રહેલા શ્રમિકો અને ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું હતું. અને આજે લોકોને સૌથી વધુ જરૂર છે એવી પ્રતીકારક શક્તિની દવાઓ. વિપક્ષનેતા પરેશ ધાનાણી ઘરે ઘરે જઈને લોકોને રોગ પ્રતીકારક શક્તિ વધારતી હોમિયોપેથીક દવાનું વિતરણ કરી રહ્યા છે.

અમરેલી શહેર માં કાળઝાળ તડકા વચ્ચે અમરેલી ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી એ અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં ડોર ટુ ડોર હોમિયોપેથીક દવાનું વિતરણ કર્યુ હતું.

કોરોના રોગ સામે રક્ષણ માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથીક દવાનું ઘણા દિવસોથી અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે ખુદ ધારાસભ્ય પણ આ કાર્યમાટે ધગધગતા તાપમાં ઘેર ઘેર જઈ લોકો કોરોના સામે લડી શકે તે માટે આ દવાનું વિતરણ કર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: