CNG price hike: દેશમાં સતત વધતી મોંઘવારીથી જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.લોકો માટે જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવા કપરા સમયની વચ્ચે અદાણી CNGના(CNG price hike) ભાવમાં 15 પૈસાનો વધારો થયો છે. મળતી માહિતી અનુસાર, 2 મહિનામાં CNGના ભાવમાં આ છઠ્ઠી વખત વધારો જોવા મળ્યો છે.
CNGનો એક કિલોનો ભાવ 75.99 રૂપિયા થયો
CNGમાં બે મહિનામાં છઠ્ઠી વખત ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ ભાવ વધારાને કારણે CNG 75.99 રૂપિયા પર પહોંચી ચુક્યો છે. હવે વાહનચાલકોએ અદાણીના CNG માટે 75.99 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ વધેલા ભાવ આજથી અમલી થઈ ચૂક્યા છે. અદાણીના CNGમાં 15 પૈસાના વધારો થતાં નાગરિકોના ખિસ્સા ઘણી અસર થશે. અદાણી CNGના આ ભાવ વધારાથી સૌથી વધુ રીક્ષાચાલકોની કમર તૂટી જશે.
એપ્રિલ મહિનામાં થયો હતો ઘટાડો
તમને જણાવી દઈએ કે, ગયા એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારે CNG ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભારત સરકારના નિર્ણય બાદ અદાણી ગેસે CNGમાં 6થી 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ગત એપ્રિલ મહિનામાં ગેસના ભાવમાં પણ મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી.
આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ CNG અને PNGના ભાવમાં ઘટાડો થયો હતો. આ ઘટાડા બાદ અદાણી ગેસ સતત ભાવ વધારો કરી રહ્યું છે. છેલ્લા 2 મહિનામાં CNGના ભાવમાં છ વખત વધારો કરાયો છે. જ્યારે એક જ મહિનામાં 4 વખત ભાવ વધારો ઝીંકીને અદાણીએ CNGને સીધો 75.99 રૂપિયા પર પહોંચાડી દીધો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube