CNGના ભાવ વધતા સામાન્ય જનતા હેરાન પરેશાન- ભાડાના ઓછામાં ઓછા ચુકવવા પડી શકે છે આટલા રૂપિયા

વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. ત્યારે હવે CNGના ભાવમાં સતત વધારો(CNG price hike) થઈ રહ્યો છે. શનિવારે સીએનજીના ભાવમાં રૂ.2.50નો વધારો નોંધાવા સાથે જ ભાવ રૂ. 70.09 થઇ ગયો છે. એક વર્ષમાં CNGનો ભાવ રૂ.53.7થી વધીને 70.09 સુધી પહોંચી ગયો છે. એક વર્ષમાં જ સીએનજીના ભાવમાં 18મી વખત વધારો ઝીંકવામાં આવ્યો છે.

ત્યારે હવે CNG ભાવ વધારાને લઈને રિક્ષા-ઓટોરિક્ષા ચાલક વેલ્ફેર એસોશિયન(Rickshaw-Autorickshaw Driver Welfare Association)ના પ્રમુખ રાજુ સિરકેએ વાહનવ્યવહાર મંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે, તાજેતરમાં જ CNG દરમાં વધારો થતાં રિક્ષાભાડામાં આંશિક વધારો કરવામાં આવ્યો હતો.

જોકે આ રીતે સીએનજીના ભાવમાં વધારો થાય તો રિક્ષાચાલકોને ભાડામાં અપાયેલો વધારો નહિ જોઈ શકાય ત્યારે હવે મિનિમમ ભાડું રૂપિયા 18માં વધારો કરી રૂપિયા 30 કરી આપવામાં આવે. જ્યારે કિલોમીટરના રનિંગમાં રૂપિયા 20 પ્રતિ કિલોમીટર કરવા પણ રિક્ષા-ઓટોરિક્ષા ચાલક વેલ્ફેર એસોશિયનના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

નવા વર્ષની શરૂઆતની સાથે જ લોકો પર મોંઘવારીનો માર પડવાની શરૂઆત થઇ ચૂકી છે. નવા વર્ષની શરૂઆત સાથે CNGના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અમદાવાદમાં CNGના ભાવમાં 2.50 રૂપિયાનો વધારો થયો છે. અમદાવાદમાં CNGના ભાવ 70 રૂપિયાને પાર પહોંચ્યા છે. CNGના ભાવ વધતા લોકોને વધુ બોજો પડે એવી શક્યાતો સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *