સુરત(ગુજરાત): આજકાલ આગની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ફરીવાર સુરત (Surat)ના હીરાબાગ (Hirabag)માં એકે રોડ (AK Road) વિસ્તારમાં CNG રીક્ષા(Rickshaw)માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, CNG રીક્ષામાં આગ લગતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બાદમાં ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લેવામાં આવી હતી. આગ લાગવાનું કોઈ કારણ હજી સામે આવ્યું નથી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.
રીક્ષામાંથી મળી દારૂની બોટલો
રીક્ષાની આગ બુઝાવતા પાછળ ડીકીમાંથી દારૂની બોટલો મળી આવતા પોલ ખુલી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રીક્ષામાંથી દારુ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. હાલ વરાછા પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હીરાબાગ એકે રોડ વિસ્તારમાં CNG રીક્ષા માં આગ લાગી, રિક્ષાની ડીકી માંથી ઝડપાઈ દારૂની બોટલો#surat #AagGhatna #AutoRikshaw #akroad pic.twitter.com/ZncZGxQfeP
— Trishul News (@TrishulNews) June 22, 2022
આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પણ રાજ્યમાં દારુ આવે છે ક્યાંથી? કોઈ રહેમ નજર હેઠળ ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે? કે પછી પોલીસ અને તંત્રની મિલીભગતથી દારૂને ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે? જેવા અનેક સવાલો ઉભા થયા છે.
ગુજરાતમાં તો દારૂબંધી છે તેમ છતા કેમ નિયમોનું ખુલેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે? રાજ્યમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોઈ તેવું લાગી રહ્યું છે. શું આમ થશે ગુજરાતમાં દારૂબંધી?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.