Porbandar Helicopter Crash: ગુજરાતમાં પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરતુ ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલીકોપ્ટર ધ્રુવનું અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર ભારતીય કોસ્ટ ગાર્ડના બે પાયલટ ગુમ છે. તેની સાથે એક ડાઇવર(Porbandar Helicopter Crash) પણ મુસાફરી કરી રહ્યો હતો. તેની પણ કોઈ જાણકારી મળી રહી નથી. મળતી માહિતી મુજબ, એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ બાકીના ત્રણ લોકો લાપતા છે.
પોરબંદર નજીક દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું
સમગ્ર મામલાની જાણકારી ધરાવતા અધિકારીઓનું કહેવું છે કે હેલિકોપ્ટરે સોમવારે રાત્રે પોરબંદર નજીક દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જેમાં બે પાઈલટ અને બે ડાઈવર સવાર હતા. ઇમરજન્સી લેન્ડિંગ બાદ રિકોનિસન્સ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે એક ડ્રાયવરનો બચાવ થયો હતો. પરંતુ અન્ય ત્રણ લોકો હજુ લાપતા છે.
એક ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવામાં આવ્યો
સમગ્ર ઘટના અંગે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ટ્વીટર(X) પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું છેકે, 2 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પોરબદંર જીનક મોટર ટેન્કર હરિ લીલામાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવા માટે રાત્રે 11 વાગ્યાની આસપાસ ભારતીય કોસ્ટ ગાર્ડનું ALH હેલિકોપ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે ઇમરજન્સી હાર્ડ લેન્ડિંગ કરતી વખતે આ હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થયું હતું. એક ક્રૂ મેમ્બર સ્વસ્થ છે જ્યારે ત્રણની શોધ ચાલુ છે. ICGએ બચાવ પ્રયાસો માટે 04 જહાજો અને 02 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે.
ગુજરાતમાં પૂર સંબંધિત ઓપરેશન કામગીરી થતી હતી
ગુજરાતમાં પૂર સંબંધિત ઓપરેશનમાં કોસ્ટગાર્ડે 4 જહાજ અને બે એરક્રાફ્ટ તહેનાત કર્યાં છે. જેની મદદથી અત્યાર સુધીમાં ભારતીય કોસ્ટગાર્ડના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે 67 લોકોના જીવ બચાવ્યા છે. કોસ્ટગાર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ 11 વાગ્યે હેલિકોપ્ટર ધ્રુવનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હેલિકોપ્ટર એક જહાજ પાસે પહોંચવા જઈ રહ્યું હતું. કોસ્ટગાર્ડે હાલમાં સર્ચ ઓપરેશનમાં 4 જહાજોને ઉતાર્યાં છે. ઈમર્જન્સી લેન્ડિંગનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પ્રાથમિક તપાસ બાદ જ આ અંગે કોસ્ટગાર્ડ દ્વારા નિવેદન જારી કરી શકાશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App