અચાનક રનવે પરથી ઉતરી ગયું વિમાન અને લાગી ભીષણ આગ- જુઓ ભયંકર અક્સ્માતનો LIVE વિડીયો

કાનપુર(Kanpur): કાનપુર ચકેરી એરપોર્ટ(Chakeri Airport) પર કોસ્ટ ગાર્ડ(Coast Guard)નું એક વિમાન ક્રેશ થયું હતું. પ્લેન ચેન્નાઈ(Chennai)થી કાનપુર આવી રહ્યું હતું. અચાનક એન્જિન(Engine)માં ખામી સર્જાતા પ્લેન…

કાનપુર(Kanpur): કાનપુર ચકેરી એરપોર્ટ(Chakeri Airport) પર કોસ્ટ ગાર્ડ(Coast Guard)નું એક વિમાન ક્રેશ થયું હતું. પ્લેન ચેન્નાઈ(Chennai)થી કાનપુર આવી રહ્યું હતું. અચાનક એન્જિન(Engine)માં ખામી સર્જાતા પ્લેન રનવે પર લપસી ગયું હતું. રનવે(Runway) પરથી ઉતર્યા બાદ તે તેની બાજુમાં આવેલા સ્ટ્રક્ચર સાથે અથડાઈ હતી. અકસ્માત(Accident)માં પ્લેન(Plane)માંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી.

રનવે પર ઉતર્યા બાદ પ્લેન અચાનક અસંતુલિત થઈ ગયું અને રનવે છોડીને જમણી બાજુએ જઈને એરપોર્ટના સ્ટ્રક્ચર સાથે અથડાયું. કોઈક રીતે પાઈલટ અને તેમાં સવાર એરફોર્સના જવાનોએ પોતાનો જીવ બચાવ્યો હતો. પાયલોટની બુદ્ધિમત્તાના કારણે મોટી દુર્ઘટના ટળી શકી હતી.

ચેન્નાઈથી કાનપુર આવી રહેલા કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટ ડોર્નિયર-228માં અચાનક એન્જિન ફેલ થવાને કારણે આ દુર્ઘટના થઈ હોવાનું કહેવાય છે. દુર્ઘટના સમયે મળેલા વિડિયો પરથી સ્પષ્ટ થાય છે કે એન્જિનમાં ખામી સર્જાતા વિમાન અચાનક લેન્ડ કરવામાં આવ્યું હતું. રનવે પર લેન્ડિંગ કરતી વખતે હાઇ સ્પીડ વચ્ચે જમણા એન્જિનમાં અચાનક નિષ્ફળતા બાદ પ્લેન રનવે પરથી જમણે વળ્યું હતું. સામે એરપોર્ટ પર બનેલા સ્ટ્રક્ચર સાથે અથડાયા બાદ પ્લેન થંભી ગયું હતું.

ચકેરી એરપોર્ટ સ્ટાફે જણાવ્યું કે, ક્રેશ થયેલું કોસ્ટ ગાર્ડનું પ્લેન બે એન્જિનવાળું હતું. રનવે પર ઉતર્યા બાદ તરત જ જમણા એન્જિનમાં ખામી સર્જાઈ હતી. એન્જિનની ખામીને કારણે વિમાને રનવે પરથી તેજ ગતિએ ટેકઓફ કર્યું હતું. આ દરમિયાન, પ્લેન સામેની એક સ્ટ્રક્ચર સાથે અથડાયા પછી અટકી ગયું. આ દરમિયાન, પાયલોટ અને એરફોર્સના જવાનોએ પોતાની જાતને બચાવી હતી. આ ઘટના 1 માર્ચની જણાવવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *