નશામાં ટલ્લી યુવકને ઝેરના પારખા કરવા પડ્યા ભારે; સાપ સાથે કર્યું એવું કે…જુઓ વિડીયો

Cobra Viral Video: નશામાં લોકો અમુક હદની ભાન ભૂલીને કાહારનાક ઘટનાને અંજામ આપતા અચકાતા નથી. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ(Cobra Viral Video) થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ દારૂના નશામાં ખતરનાક સાપ સાથે રમતા જોવા મળે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મધુબાબુ નાગરાજુ નામના વ્યક્તિએ જ્યારે એક ખતરનાક સાપને રોડ કિનારે બેઠેલા જોયો ત્યારે તે નશામાં હતો. તે સાપ તરફ દોડી ગયો અને તેની સાથે અજીબોગરીબ હરકતો કરવા લાગ્યો હતો. સાપ ફેણ બહાર કાઢીને બેઠો હતો, તેથી તે વ્યક્તિએ સાપના ફેણ પર જ થપ્પડ મારવાનું શરૂ કર્યું. આ ઘટના આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લાના કાદિરીમાં એક કોલેજ પાસે બની હતી.

કોબ્રા સાથે ખતરનાક રમતો
આ ઘટના આંધ્ર પ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લાના કાદિરીમાં એક કોલેજ પાસે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે કોબ્રા કોલેજ કેમ્પસમાં ઘૂસી ગયો હતો, તે ભાગવા લાગ્યો અને ઝાડીઓ પાસે છુપાઈ ગયો. દરમિયાન નાગરાજુ ત્યાં પહોંચી ગયો અને સાપ સાથે રમવા ગયો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સાપે માણસને ડંખ માર્યો હતો, જે બાદ તેની તબિયત બગડી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

લોકોએ આપી પ્રતિક્રિયા
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેના પર ઘણા લોકો તરફથી કોમેન્ટ આવી રહી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે ત્યાં આટલા બધા લોકો હાજર હતા, કોઈએ આ વ્યક્તિને રોકવાની કોશિશ કેમ ન કરી? બીજાએ લખ્યું કે દારૂના નશામાં રહેલા લોકો પોતાને બાહુબલી માને છે. અન્ય એકે લખ્યું કે વીડિયો બનાવવાને બદલે કોઈ તેને બાજુ પર ખેંચીને સાપને ભાગી જવા દેત. સાપ લાંબા સમય સુધી ધીરજ રાખતો રહ્યો.

કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આજકાલ લોકો ગંભીર પરિસ્થિતિઓમાં પણ પોતાનું મનોરંજન કરી રહ્યા છે. આ ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. બીજાએ લખ્યું કે કોઈની મદદ કરવાને બદલે જે લોકોએ વીડિયો બનાવ્યો તેની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. આવી ઘટનાઓ સતત વધી રહી છે.