Gujarat Cold Forecast: દક્ષિણ રાજસ્થાન પર રહેલી ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં આજે આકાશ વાદળછાયું ઉપરાંત વહેલી સવારે ગાઢ ધુમ્મસ પણ છવાયેલું જોવા મળ્યું હતું. શીત લહેરની અસર હેઠળ ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં અચાનક વધારો (Gujarat Cold Forecast) થયો છે. આજે શનિવારે રાજ્યમાં ઠંડીનો પારો અચાનક 7 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો. કચ્છના નલિયામાં કોલ્ડવેવની કાતિલ અસર જોવા મળી હતી. એટલું જ નહીં આજે નલિયામાં ઠંડીનો પારો 4 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અન્ય શહેરો પૈકી ભૂજ, રાજકોટ અને કેશોદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો હતો.
માવઠા બાદ હજુ વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ જોવા મળ્યું
ભરશિયાળે ડિસેમ્બર મહિનાના અંતમાં વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો સહિત સામાન્ય લોકોની ચિંતા વધી હતી. અમુક ભાગોમાં માવઠા બાદ હજુ વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ત્યારે લોકોમાં હજુ ચર્ચા છે કે શું ફરી માવઠાનો માર સહન કરવો પડશે? આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણ અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં આગામી સમયમાં તાપમાનમાં થનારા ફેરફાર અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચી શકે છે
હવામાન વિભાગે આગાહી કરી છે કે 29 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થશે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું જોર વધશે, જ્યારે સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે કમોસમી વરસાદ પડી શકે છે.
આગાહી મુજબ, 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી વધુ વધશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી સુધી ઠંડી નોંધાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે. ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
ઠંડીના આગમનથી ખેડૂતો પાકને લઈને ચિંતિત
કમોસમી વરસાદ અને ત્યારબાદ ઠંડીના આગમનથી ખેડૂતો પાકને લઈને ચિંતિત છે અને સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.નોંધનીય છે કે, રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત છે. માવઠા બાદ હવે કાતિલ ઠંડીનો કેર શરૂ થશે. તાપમાન ગગડશે અને 2થી3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. જ્યારે અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે જેના કારણે રાજ્યમાં ધૂમમ્સભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App