Gujarat Winter Update: દેશમાં ડિસેમ્બર મહિનો પૂરો થતાં જ લોકો કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. પારો ગગડવાને કારણે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. તે જ સમયે, ગુજરાત સરહદ પર સ્થિત માઉન્ટ આબુનું તાપમાન શૂન્યથી પાંચ ડિગ્રી નીચે પહોંચી ગયું છે. કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી, જેના કારણે કુપવાડા-ભાદરવાહ સિઝનની સૌથી ઠંડી(Gujarat Winter Update) રાત જોવા મળી હતી.
તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા છે. પ્રવાસીઓ હાલ ઠંડીનો અહેસાસ માણી રહ્યા છે. ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં માઉન્ટ આબુમાં ઠંડીનો પારો માઈન્સ ડિગ્રીમાં પહોંચી જાય છે. હાલ માઉન્ટ આબુમાં ચોતરફ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે. જેથી કાશ્મીર તેમજ મનાલીમાં હોય તેવો માહોલ છવાયો છે. આબુમાં હિમવર્ષાને પગલે જાણે બરફીલો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. આહલાદક વાતાવરણનો હાલ પ્રવાસીઓ લાભ ઉઠાવી રહ્યા છે.
દેશના લોકપ્રિય પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં તસ્પમ્સન ઘટી ગયું હતું. પરિણામે સર્વત્ર બરફની ચાદર છવાઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી ફૂંકાતા પવનને કારણે લોકોને ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. હિમવર્ષા પછી, ઘણી જગ્યાએ બરફથી ઢંકાયેલી સાઇટ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે. જેને પગલે બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube