હાડ થીજાવતી ઠંડીથી ધ્રુજી ઉઠ્યું ગુજરાત- નલિયામાં 9.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, થયો કાશ્મીરનો અનુભવ

Gujarat Winter Update: ગુજરાતમાં આજથી ઠંડીનું જોર ઘણું વધ્યું છે. મળતી માહિતી અનુસાર, રાત્રિના સમયે અને વહેલી સવારે કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સતત બીજા દિવસે રાજ્યમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. આજે રાજ્યમાં (Gujarat Winter Update) સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.2 ડિગ્રી નોંધાયું છે. આ તરફ હવે આવનાર 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.

રાજ્યમાં હાડ થીજવી દે તેવી ઠંડીની ધીમીધારે શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં સતત બીજા દિવસે 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. જેમાં નલિયામાં 9.2 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નોંધવાની સાથે આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે પોરબંદરમાં 13.4, ડીસામાં 14 ડિગ્રી, રાજકોટમાં 14.2, ભુજમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 15, અમદાવાદમાં 16.2 ડિગ્રી, વડોદરામાં 17.6 અને સુરતમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

બે વર્ષ પહેલાં અમદાવાદમાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન હતું
અમદાવાદમાં 2022ના જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું 7.6 ડીગ્રી લઘુતમ તાપમાન જોવા મળ્યું હતું. આ પહેલાં 24 જાન્યુઆરી 2022ના રોજ અમદાવાદમાં સૌથી નીચું 6.7 ડીગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ પહેલાં 25 જાન્યુઆરી 2016ને દિવસે જાન્યુઆરીમાં સૌથી નીચું 7.5 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આવતા મહિને જાન્યુઆરી 2024માં અમદાવાદમાં ઠંડીનો પારો 12 ડીગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર યથાવત્ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *