સલામત ST ની સવારી બની ‘મોતની સવારી’- ટૂ-વ્હીલર ચાલક યુવક પરથી ફરી વળ્યા ટાયર- CCTV માં જુઓ LIVE વિડીયો

Surat accident news: રાજ્યમાં દિવસે ને દિવસે ગંભીર અકસ્માતનો કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. આ ગંભીર અકસ્માત બંધ થાવનું નામ જ નથી લઈ રહ્યું. તેવો જ એક ગંભીર અકસ્માત સુરત શહેરમાં (Surat accident news) થયો છે. સુરત શહેરના ઉધના રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં રસ્તા પરથી ફુલ સ્પીડમાં ટૂ-વ્હીલર લઈને જતો યુવક બસ અને એક બાઈક વચ્ચેથી ઓવરટેક કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન તેનું ટૂ-વ્હીલર અચાનક બસ બાજુ સ્લીપ થતાં બસના પછળના વ્હીલમાં આવી ગયું હતું. યુવક પરથી બસનું વ્હીલ ફરી વળતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

શું દેખાય છે CCTVમાં?
CCTVમાં જોઇ શકાય છે કે, રસ્તા પર ટુ-વ્હીલર ચાલક બીજા ટુ-વ્હીલરને ઓવરટેક કરી રહ્યો જોવા મળી રહ્યો હતો. આ સમયે ST બસ પણ બાજુમાંથી પસાર થઈ રહી હતી. જોકે, ઓવરટેક કરતા યુવકના ટુ-વ્હીલરનું આગળનું વ્હીલ એસટી બસ સાથે અથડાતા તે સ્લીપ થઈ ગયો હતો અને ST બસ તરફ પટકાયો હતો. આથી ST બસનું પાછળનું વ્હીલ તેના પર ફરી વળ્યું હતું અને ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. GJ-18-Z-6157 નંબરની સાપુતારા-બાલાસિનોર રૂટની ST બસ હતી.

સંતુલન ગુમાવ્યું અને રોડ પર પટકાયો
મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાન અને ઉધના વિસ્તારમાં આવેલા આશાનગર સોસાયટીમાં 22 વર્ષીય ચિરાગ ભૂપેન્દ્ર જૈન આજે સવારે ઘરેથી રિંગ રોડ ખાતે કોઈ કામ માટે જઈ રહ્યો હતો, તે દરમિયાન ઉધના વિસ્તારમાં ટૂ-વ્હીલર લઈને પસાર થઈ રહ્યો હતો. ચિરાગ એક બાઈક અને એક એસટી બસને ઓવરટેક કરવા જતા સંતુલન ગુમાવ્યું હતું અને રોડ પર પટકાયો હતો. દરમિયાન પસાર થઈ રહેલી ST બસના પાછળના વ્હીલમાં આવી જતા કચડાઇ ગયો હતો.

આખો પરિવાર ચિરાગના કામ પર ચાલતો
ચિરાગ પરિવાર સાથે રહેતો હતો. ચિરાગના પરિવારમાં માતા-પિતા અને એક નાનો ભાઈ છે. ચિરાગ કાપડનો ઓનલાઈન ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચાલવી રહ્યો હતો. ભૂપેન્દ્રભાઈ બેંકનું છૂટક કામ કરતા હતા, જોકે આખો પરિવાર ચિરાગના કામ પર જ ચાલતો હતો.

મૃતક ઓનલાઈનનો બિઝનેસ કરતો
મૃતકના સંબંધી પીયૂષભાઈએ જણાવ્યું છે કે, હું આશાનગર સોસાયટીમાં રહું છું, મારી સોસાયટીના મહામંત્રીનો દીકરો કોઈ કામથી રિંગ રોડ બાજુ જતો હતો. પરંતુ કમલમ ખાતે ST બસ સાથે અથડાતા તેનું મોત થયું છે. હાલ તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યો છે. મૃતકની ઉંમર 22થી 23 વર્ષ હતી અને ઓનલાઈનનો બિઝનેસ કરતો હતો. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં લઈ જવામાં આવ્યો છે. પરિવારમાં તેના પિતા છે અને બાકીનો પરિવાર રાજસ્થાન રહે છે એટલે કાલે અંતિમવિધિ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *