Gujarat Cold Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે.તેમજ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પણ વરસી તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઠંડીને (Gujarat Cold Forecast) લઈને મોટી આગાહી કરી છે. જાન્યુઆરી મહિનામાં હવામાન પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. તો દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મકર સંક્રાંતિમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે પવનો ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગએ કરી મોટી આગાહી
આ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. હાલ જે ઠંડી પડી રહી છે તેમાં 16, 17 અને 18 ડિસેમ્બર એટલે કે આગામી ત્રણ દિવસ ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. ત્યાર બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે. 18 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળશે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ગગડશે. પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ સમય દરમિયાન છેલ્લા પાંચ વર્ષની રેકોર્ડ બ્રેક ઠંડી પડી શકે છે.
વાવાજોડાનું સંકટ
ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ.
નલિયા ઠંડુગાર
ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ઉત્તર-પૂર્વ દિશાના ઠંડા પવન ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે, જેની સીધી અસર રાજ્યના તાપમાન પર પડી રહી છે. રાજ્યનાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન શનિવારે 6 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતીઓને જેનું અનહદ આકર્ષણ છે તે માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો માઈનસ સુધી યથાવત રહ્યો છે. જેના લીધે ત્યાં બરફ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગે આપી માહિતી
ઉત્તર-પૂર્વ દિશાના ઠંડા પવનો ફૂંકાતા તેની સીધી અસર ગુજરાતના તાપમાનમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. આ ઉપરાંત કચ્છના કંડલા અને બનાસકાંઠાના ડીસામાં લઘુતમ તાપમાન 9 ડિગ્રીથી નીચું રહ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App