ગુજરાતીઓ ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર થઈ જશો: બે દિવસ બાદ તાપમાનનો પારો ગગડશે, જાણો આગાહી

Gujarat Cold Forecast: શિયાળો નજીક આવતા જ હવામાન વિભાગે વધુ એક વખત તેની આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ હવામાન ખરેખર શુષ્ક રહેવાની ધારણા છે. જો કે બે દિવસ સુધી હવામાનમાં ફેરફાર નહીં થાય તો તાપમાનમાં (Gujarat Cold Forecast) બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે અને ઠંડીનો અનુભવ થશે.

હવામાનની આગાહી દર્શાવે છે કે પવન ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. ઠંડીની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બે દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે જેના કારણે ઠંડીનો અહેસાસ થશે. વધુમાં, તેમણે જણાવ્યું કે અમદાવાદનું સૌથી વધુ નોંધાયેલું તાપમાન 34.5 ડિગ્રી હતું,

જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી વધુ ગરમ છે. વધુમાં, લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી અથવા 1.8 ડિગ્રી વધુ નોંધાયું હતું. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે, ત્યારે ગાંધીનગરમાં ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન 14.8% નોંધાયું છે. વધુમાં, કચ્છ-ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ જોવા મળ્યું છે.

કડકડતી ઠંડીની આગાહી
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15 નવેમ્બર પછી ગરમીમાં થોડો ઘટાડો થશે. અંબાલાલ પટેલની શિયાળાની આગાહી મુજબ, 17 અને 20 નવેમ્બરની વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાની ધારણા છે. ગુજરાતના ઉત્તરી પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો થશે.

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન ઘટશે; સૌથી ઓછું શક્ય તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ છે. તેમના મતે 19 થી 22 નવેમ્બર સુધી અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ વિકસશે. જો લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધે તો વરસાદની સંભાવના છે, પરંતુ જો તે સોમાલિયા અથવા ઓમાન તરફ આગળ વધે તો નહીં. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન ડેવલપ થવાની સંભાવના છે.