Gujarat Cold Forecast: ગુજરાતમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે પ્રદેશમાં ઠંડી વધી ગઈ છે. સવારથી જ ધુમ્મસ છવાયેલું વાતાવરણ છે, જેના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે. હવામાન વિભાગના (Gujarat Cold Forecast) જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 26થી 28 ડિસેમ્બરના રોજ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે.
26 થી 28 ડિસેમ્બર સુધી વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 26 ડિસેમ્બરથી 3 દિવસ સુધી કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ સુધી તાપમાનમાં કોઈ બદલાવની સંભાવના નથી. પરંતુ, 26 થી 28 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે. સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક શહેરોમાં ધુમ્મસ છવાયેલું રહેશે.
આ વિસ્તારમાં વરસાદની સંભાવના
26 અને 27 ડિસેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, ડાંગ,વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. જ્યારે 28 ડિસેમ્બરના રોજ કચ્છ, તાપી, ડાંગ, નવસારી, ડાંગ,વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદની સંભાવના છે.
જાણો રાજ્યના શહેરોનું તાપમાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં 14.2 ડિગ્રી, ડીસામાં 12.8 , અમરેલીમાં 11.8, રાજકોટમાં 9, ભુજમાં 10.6, અમદાવાદમાં 12.7, સુરતમાં 16.8, કંડલા પોર્ટમાં 13.0, ભાવનગરમાં 13.5, દ્વારકામાં 14.5, વેરાવળમાં 13.9 અને ઓખામાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું
હવામાન વિભાગે 26મીએ ગુરુવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. 27મી ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App