ગુજરાતમાં ઠંડીનો ચમકારો: નલિયા 12.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું, જાણો તમારા શહેરનું તાપમાન

Gujarat Cold Forecast: ગુજરાતમાં શિયાળાએ પોતાનો અસલી રંગ દેખાડવાનું શરુ કરી દીધું છે. રાજ્યમાં અત્યારે કડકડતી ઠંડી પડવાનું શરુ થઈ ગયું છે. ગુજરાતમાં (Gujarat Cold Forecast) લઘુતમ તાપમાન 12 ડિગ્રી સુધી નીચે પહોંચી જતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે.આગામી દિવસોમાં હજી પણ ઠંડી પડશે.

12.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠડુંગાર
ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. ત્યારે રાજ્યમાં 12.2 ડિગ્રીથી લઈને 21.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં નલિયા 12.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 21.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે, today’s forecast આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. પરંતુ સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે.

અમદાવાદમાં 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટ્યું
ગુજરાતમાં ઠંડી પડવાની શરુઆત થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં તાપમાન 17 ડિગ્રી સુધી સરકી ગયું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો દિવસે ને દિવસે તાપમાન ઘટી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું.હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાન નીચે જવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ સાથે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે હાલ તાપમાન નીચું જઈ રહ્યું છે.

રાજ્યમાં કેવુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી,અરવલ્લી, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, મોરબી, મહેસાણા, કચ્છ, ખેડા, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત તાપી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.