Gujarat Cold Forecast: ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને સાથે જ શિયાળાએ પણ પોતાનો અસલી ચહેરો દેખાડવાનું શરૂ કરી દીધું છે. ડિસેમ્બર મહિનાની (Gujarat Cold Forecast) શરૂઆતથી જ ઠંડીનો પારો ગગડ્યો હતો. ગુજરાતમાં તાપમાન નીચું જતાં જ ઠંડીનો જારદાર ચમકારો અનુભવાયો હતો. રાજ્યમાં લઘુતમ તપામાન 12 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. નલિયામાં 12.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું.
નલિયામાં ઠંડી 12 ડિગ્રી નજીક પહોંચી
ગુજરાતમાં તાપમાન ગગડી રહ્યું છે ત્યારે મોટા ભાગના વિસ્તારોમાં 15-16 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચી ગયું છે. સામાન્ય રીતે ગુજરાતમાં 12.4 ડિગ્રીથી લઈને 23.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન રહ્યું હતું. જેમાં નલિયા 12.4 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 23.5 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 15.4 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી, વડોદારમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં ઠંડી 15 ડિગ્રી નજીક પહોંચી
અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે ત્યારે શહેરમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના તાપમાન અંગે વાત કરીએ તો શહેરમાં 15.4 ડિગ્રી લઘુતમ અને 29 ડિગ્રી મહત્તમ તપામાન નોંધાયું હતું. આમ અમદાવાદમાં ઠંડી 15 ડિગ્રીની નજીક પહોંચી ગઈ હતી. ઠંડીના પગલે વહેલી સવારે ધુમ્મસના દ્રશ્યો પણ સર્જાય છે. ઠેરઠેર તાપણા પણ જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં ડિસેમ્બરમાં શિયાળો કેવો રહેશે?
ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડી વધવા લાગી છે ત્યારે આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે. હવામાન વિભાગ પ્રમાણે ઠંડી માટે ડિસેમ્બર મહિના ગણી શકાય. આ સમયમાં ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થતી હોય છે જેની અસર ગુજરાત ઉપર દેખાશે. એટલે આ મહિનામાં ગુજરાતમાં ઠંડી રેકોર્ડ તોડી શકે છે.
દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં હળવા છાંટા થઈ શકે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, “આ ડિપ્રેશનના કારણે ભેજના લીધે અને વાવાઝોડાની અસરના લીધે છત્તીસગઢના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદમાં છાંટા થવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતના ભાગોમાં ચાર પાંચ ડિસેમ્બરથી વાદળો આવી શકે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વાદળના લીધે દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં હળવા છાંટા થઈ શકે અને વડોદરાના ભાગોમાં પણ સામાન્ય વરસાદી છાંટા થઈ શકે છે.”
લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા
ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન 14થી 15 ડિગ્રી રહી શકે છે. સૌરાષ્ટ્રના ભાગમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહે છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે.”
ગુજરાતમાં મહત્તમ તાપમાન
વડોદરા 13.0 ડિગ્રી, ડાંગ 13.0 ડિગ્રી, ડીસા 13.8 ડિગ્રી, પોરબંદર 13.8 ડિગ્રી, જામનગર 13.9 ડિગ્રી, રાજકોટ 14.7 ડિગ્રી, અમદાવાદ 15.4 ડિગ્રી, ગાંધીનગર 15.9 ડિગ્રી, ભુજ 16.2 ડિગ્રી, ભાવનગર 17.5 ડિગ્રી,કંડલા 18.2 ડિગ્રી, સુરત 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App