Gujarat Cold Forecast: ગુજરાતમાં ડિસેમ્બર મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. ગુજરાતમાં ઠંડીએ ફૂલ સ્પીડ પકડી છે. રાજ્યમાં ઠંડી 10 ડિગ્રીની નજીક પહોંચવા આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં પણ કડકડતી ઠંડી પડવાથી (Gujarat Cold Forecast) લોકો ઠુંઠવાયા છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તપામાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડીને 13.2 ડિગ્રી લઘુતમ તાપમાને પહોંચ્યો હતો.
નલિયામાં ઠંડી 10 ડિગ્રી નજીક પહોંચ્યું
ગુજરાતમાં હવે શિયાળો પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયો છે. ઠંડા પવનો ફૂંકાવાના પગલે શિયાળાની જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો રાજ્યમાં 10.8 ડિગ્રીથી લઈને 22.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ઓખામાં 22.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 13.2 ડિગ્રી, ડીસામાં 12.4 ડીગ્રા, ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.
અમદાવાદમાં સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું
અમદાવાદ શહેરમાં કડકડતી ઠંડીની શરુઆત થઈ ગઈ છે. તાપમાન પણ દિવસેને દિવસે ગગડી રહ્યું છે. અમદાવાદ શહેરમાં અચાનક ઠંડીનો પારો ગગડ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં આશરે 5 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. અમદાવાદ શહેરમાં શુક્રવારે 17.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રવિવારે 13.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ અમદાવાદ શહેરના તાપમાનમાં ત્રણ દિવસમાં આશરે 5 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે.
ગુજરાતમાં હજી પણ પડશે હાડથીજવતી ઠંડી
ડિસેમ્બર મહિનો અડધો થવા આવ્યો ત્યારે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે. હવામાન વિભાગ પ્રમાણે ઠંડી માટે ડિસેમ્બર મહિના ગણી શકાય. આ સમયમાં ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થતી હોય છે જેની અસર ગુજરાત ઉપર દેખાશે. એટલે આ મહિનામાં ગુજરાતમાં હજી પણ વધારે હાડ થીજવતી ઠંડી પડશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App