નવા વર્ષના પહેલા 3 દિવસ ગુજરાતમાં ઠંડીની તીવ્રતા ઘટશે! જાણો અંબાલાલ પટેલે કરી આગાહી

Ambalal Patel Forecast: 2024ના વર્ષને અલવિદા કહી 2025ના નવા વર્ષની લાખો લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. તેવામાં ગુજરાત રાજ્યવાસીઓએ વર્ષની છેલ્લી રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડીનું (Ambalal Patel Forecast) જોર સામાન્ય રહ્યું હતું અને ગુજરાતવાસીઓએ સામાન્ય ઠંડી વચ્ચે નવા વર્ષની ઉજવણી કરી હતી. આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત ફક્ત કચ્છના નલિયામાં જ 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આ ઉપરાંતના વિવિધ જિલ્લામાં સામાન્ય ઠંડીનું પ્રમાણ નોંધાયું હતું તથા આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ છે.

તાપમાનમાં વધારો થવાની શક્યતા
મધ્ય ગુજરાતના ભાગોમાં મોડી રાત્રે પવનની ગતિ થોડા અંશે વધુ હોવાથી ઠંડીનું પ્રમાણ જળવાઈ રહ્યું હતું, પરંતુ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યો હતો. હાલમાં ગુજરાત રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરોને કારણે દિવસ દરમિયાન તાપમાનનું પ્રમાણ વધુ રહે છે. જેથી મહત્તમ તાપમાન પણ 28થી 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે. આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો નોંધાવવાની સંભાવના છે.

2025ની શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ ઓછું વર્તાશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આ તમે પાંચ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતાઓ છે તથા તેમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ થવાની સંભાવના છે. અત્યાર સુધીમાં ગુજરાત ઉપર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે તથા તેની ગતિ પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે. જે આગામી દિવસમાં તાપમાન યથાવત્ રાખશે આ ઉપરાંત તેમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. આજરોજ અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે તથા મુખ્યત્ત્વે રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન પણ એકાદ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. જેથી વર્ષ 2025ની શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ ઓછું વર્તાશે.

નલિયામાં 6.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કચ્છના નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 6.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના ચાર મહાનગરોમાં પણ ઠંડીનું પ્રમાણ સામાન્ય રહ્યું હતું. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 15.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું તથા વડોદરામાં 16 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11.5 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 17.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં પવનની દિશા પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફથી થવાની શક્યતાઓને પગલે તાપમાનમાં હજુ પણ બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે.

માઉન્ટ આબુમાં પારો 2.2 ડિગ્રી નોંધાયો
રાજસ્થાનના 3 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. માઉન્ટ આબુમાં પારો 2.2 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે.

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,ભુજમાં 12.2 ડિગ્રી,ડીસામાં 12.4 ડિગ્રી, કંડલામાં 13.2 ડિગ્રી,રાજકોટમાં 13.6 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી,અમદાવાદમાં 15.1 ડિગ્રી, દ્વારકા 15.6 ડિગ્રી,સુરતમાં 17.4 ડિગ્રી,વડોદરામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

કોલ્ડવેવની શકયતા નહીવત
રાજયમાં હાલમાં કોલ્ડવેવની શકયતા નહીવત જોવા મળી છે,આગામી સમયમાં પણ રાજયમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી નથી,રાજયમાં બેઠી ઠંડી રહેશે અને પવનો ફૂંકાશે એટલે ઠંડીનો અહેસાસ જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે.

બપોરના સમયે ગરમી પણ પડી શકે છે
ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.