ગુજરાત(Gujarat): જોવા જઈએ તો રાજ્યમાં વિધિવત રીતે ઠંડી(coldwave)નો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે હવે વાતાવરણમાં ઠંડી પ્રસરવા લાગી છે. જોકે, હજી સુધી ગુજરાતમાંથી ચોમાસું(monsoon) ગયુ નથી તેમ કહી શકાય. શિયાળાની ઠંડી વચ્ચે માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) વરસાદને લઈને આગાહી કરી છે કે, આજથી આવી રહેલા બેસતા વર્ષની શરૂઆત સુધીમાં અને ત્યારબાદ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી (weather update) કરતા જણાવ્યું છે કે, સપ્તાહના અંતિમ દિવસોથી આગામી 3 દિવસ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે. આગામી 3 દિવસ પછી રાત્રિના તાપમાન(temperature)માં ઘટાડો થશે. ત્યાર બાદ ધીમે ધીમે દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 27 ઓક્ટોબર પછી ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી પ્રસરવાની અસર શરૂ થશે. 27 ઓક્ટોબર પછી દિવસ અને રાત્રિ દરમિયાન ઠંડીની શરૂઆત થશે.
જોવા જઈએ તો ગુજરાત અને દેશના અનેક ભાગોમાંથી ચોમાસાની વિધિવત રીતે તો વિદાય થઈ ગઈ છે. ત્યારે દેશના ઉત્તરી પહાડી અને મેદાની વિસ્તારોમાં પણ ચોમાસુ વિદાય લઇ ચુક્યું છે. ત્યારે સાથે સાથે ઠંડીના મોસમની પણ શરૂઆત થઈ ગઈ છે. ચોમાસાની વિદાય થતાની સાથે જ આકાશમાંથી વાદળો ગાયબ થઈ ગયા છે. જેને કારણે દિવસે તડકો છતાં વાતાવરણમાં ભેજનો અનુભવ થાય છે. પરંતુ રાત્રે તાપમાનમાં ઘટાડો આવે છે. સાથે જ શરદીની મોસમ શરૂ થતાની સાથે જ તેમના સંકેતો દેખાઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.