રાજ્યમાં આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એકવાર આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. કોલેજમાં અભ્યાસ કરતાં સમયે ઘણીવાર યુવક-યુવતીઓ પ્રેમના રવાડે ચઢી જતાં હોય છે ત્યારે તેમના માથા પર પ્રેમનું ધૂત એવું સવાર થઈ જતું હોય છે કે ક્યારેય ન કરવાનું કરી બેસતાં હોય છે.
હાલોલની કોલેજની વિદ્યાર્થીનીએ કેનાલમાં મોતની છલાંગ લગાવી છે. કોપરેજ ગામની યુવતીએ સ્યૂસાઈડ નોટ લખીને કેનાલમાં પડતુ મૂકીને આપઘાત કર્યો છે. યુવતીના આપઘાત કરવાં પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે. યુવતીએ 7 પાનાની સ્યૂસાઈડ નોટ લખીને આપઘાત કરી લીધો છે.
યુવતી પરમદિવસથી ગુમ હતી, છેવટે કેનાલમાં મૃતદેહ મળ્યો :
હાલોલમાં આવેલ કોપરેજ ગામની વિદ્યાર્થીનીએ સ્યૂસાઈડ નોટ લખીને કેનાલમાં પડતું મુકીને મોતને વ્હાલું કર્યું છે. કાલોલમાં આવેલ શક્તિપૂરા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી વિદ્યાર્થીની મૃતદેહ મળી આવ્યો છે. કોપરેજ ગામની હેતલબેન સુરેન્દ્રસિંહ પરમાર નામની 20 વર્ષની કોલેજિયન વિદ્યાર્થીનો મૃતદેહ શક્તિપુરા કેનાલ નજીકથી મળી આવ્યો છે.
વોટ્સએપ ગ્રૂપમાં યુવતીએ મૂકી 7 પાનાની સ્યૂસાઈડ નોટ :
વિદ્યાર્થીની કોમર્સ કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. થોડા સમય અગાઉ જ તેની ઈન્ટર્નશિપ માટે તે બહાર ગઈ હતી. વિદ્યાર્થીનીને ગામના યુવકની સાથે પ્રેમ થયો હતો. જ્યારે ઈન્ટર્નશિપ કરીને વતનમાં પરત ફરી ત્યારે પ્રેમીને અન્ય કોઈ યુવતી સાથે પ્રેમ થયો હોય તેવું તેને લાગ્યું.
પ્રેમીએ તેના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા. જેથી પ્રેમમાં દગો થતા હેતલને લાગી આવતાં કેનાલમાં પડતુ મૂકીને આપઘાત કર્યો છે. યુવતીએ 7 પેજની સ્યૂસાઈડ નોટ લખી માતાપિતાને સઘળી હકીકતથી વાકેફ કર્યા હતા. પ્રેમીએ ઘણીવાર શરીર સુખ માણી છોડી દઈને મોબાઈલ નંબર પણ બ્લોક કરી દેતા યુવતીને લાગી આવતાં વોટ્સએપ ગ્રૂપમાં 7 પેજની સ્યૂસાઈડ નોટ મૂકી હતી કે, જેમાં તેણે પોતાના પ્રેમપ્રકરણની જાણ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle