આજકાલ વિચાર્યું ન હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. આવો જ એક બનાવ આગ્રાના જગદીશપુરા પોલીસ સ્ટેશનની પાસે બીચપુરી વિસ્તારમાં આવેલા હોટલ એઆર પેલેસમાં બન્યો હતો.અહિયાં એક હોટલમાં પોલીસે દરોડા પાડ્યા હતા. હોટલની રૂમોમાંથી પ્રેમી યુગલો ખરાબ હાલતમાં પકડાયા હતા. જાણવા મળ્યું કે, હોટલમાંથી પકડાયેલા યુવકો અને યુવતીઓ કોલેજના વિદ્યાર્થીઓ હતા. પોલીસે આપેલી માહિતી અનુસાર, યુવતીઓ ટ્યુશન કલાસીસ જવાના બહાને હોટલમાં આવી હતી. તેથી પોલીસે સંચાલકના પિતા અને કામ કરતા કર્મચારીઓની ધરપકડ કરી હતી.
એપી સીટી બોત્રે રોહન પ્રમોદના જણાવ્યા મુજબ, અહીં ઝડપાયેલા દરેક યુવક અને યુવતીઓ એડલ્ટ છે. તમામને તેમના પરિવારને સોપી દેવામાં આવ્યા છે. આ સાથે જ હોટલના માલિક અને સંચાલક સહીત 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અને ફરિયાદ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ હોટલમાં કલાકોના હિસાબથી રૂમો ભાડે આપવામાં આવી રહી છે. એટલે સાફ થઇ ગયું હતું કે, આ હોટલમાં દેહવ્યાપારનો ધંધો પણ થાય છે. પકડાયેલ છોકરા-છોકરીને બસ મારફતે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સાથોસાથ જાણવા મળ્યું છે કે, હોટલના રજીસ્ટરમાં માત્ર 2 લોકોની જ એન્ટ્રી હતી. હોટલમાં આવતા દરેક કપલ્સને કલાકના હિસાબે ૫૦૦ થી ૭૦૦ રૂપિયામાં રૂમો ભાડે આપવામાં આવતી હતી. અહીં આવેલા કોઈ પણ છોકરા છોકરીએ પોતાના આઈડી જમા કરાવ્યા નહોતા. જયારે પોલીસને માલુમ પડ્યું કે, અહીં આવેલા દરેક છોકરા છોકરી કોલેજના વિદ્યાથી છે.
ત્યારબાદ તરત જ પરિવાર જનોને જાણ કરી, પોલીસે છોકરીઓને પોતાના પરિવારજનોને સોપી દીધી હતી. હોટેલમાં રેડ પડતા જ પોલીસકર્મીઓની નજર શરમથી જુકી ગઈ હતી અને ત્યાં હાજર છોકરીઓ રડવા લાગી હતી. ત્યારબાદ મહિલા પોલીસે તેમને સમજાવીને કહ્યુકે પોલીસ સ્ટેશનમાં જે કઈ પૂછવામાં આવે તેનો સાચો જ જવાબ આપજો.
કોલેજ અને ટયુશન કલાસમાં જવાનું બહાનું બતાવીને, યુવતીઓ છોકરા સાથે હોટલમાં આવી હતી. યુવતીઓએ કહ્યું કે, માતા-પિતાને ખબર પડશે તો બહુ જ ખીજાશે. પોલીસના જણાવ્યા મુજબ, જો હોટલનું લાયસન્સ હશે તો રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જાણવા મળ્યું છે કે, આ હોટલના રજીસ્ટરમાં 28 જાન્યુઆરી પછી કોઈ જ એન્ટ્રી નહોતી. તે ઉપરાંત, આ હોટલમાં દારૂની કેટલીક બોટલો પણ મળી આવી હતી. પોલીસનું કહેવું છે કે તમારા બાળકો ક્યા જાય છે તેની તમામ માહિતી માતા-પિતાને હોવી ખુબ જરૂરી છે, અને તેથી જ અમે પરિવારજનોને અહિયાં બોલાવીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.