ગુજરાત સરકાર આપી રહી છે સ્માર્ટ ફોન પર આટલા હજારની સહાય, આ રીતે મેળવો ગણતરીના દિવસોમાં લાભ

ગુજરાત(Gujarat): રાજ્યના ખેડૂતો માટે એક સારા અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે રાજ્યની સરકારે(gujarat government) મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતના ખેડૂતોને સ્માર્ટ…

ગુજરાત(Gujarat): રાજ્યના ખેડૂતો માટે એક સારા અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે રાજ્યની સરકારે(gujarat government) મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતના ખેડૂતોને સ્માર્ટ ફોન (smart phone)ની ખરીદી પર સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. મોબાઈલની ખરીદ કિંમતમાં ખેડૂતોને સરકાર તરફથી 10% ની સહાય કરવામાં આવશે. તેમજ વધુમાં વધુ 1500 રૂપિયાની ખેડૂતોને સહાય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે. આ માટે ગુજરાતના ખેડૂતોએ ઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે આ ઠરાવ પાસ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના ખેડૂતોને હવે સ્માર્ટ અને ટેકનોસેવી બનાવવાના પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર છે. રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી માટે સહાય આપવાની યોજના(government yojna)ને સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ સહાય અંતર્ગત ખેડૂતોને તેમના ખરીદાયેલા સ્માર્ટ ફોનની કિંમતના 10 ટકા સહાય મળશે અથવા તો 1500 રૂપિયા મળશે. આ યોજના માટે રાજ્ય સરકારે ખાસ કરીને ખેડૂતો માટે 15 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

મોબાઈલ માટેના નિયમો:
જો ખેડૂત દ્વારા 8 હજાર રૂપિયાનો સ્માર્ટ ફોન ખરીદવામાં આવશે તો 800 રૂપિયાની સહાય મળશે પરંતુ 15 હજારથી વધુની કિંમતનો સ્માર્ટ ફોન ખરીદવામાં આવશે તો વધુમાં વધુ 1500 રૂપિયાની જ સહાય સરકાર તરફથી મળશે.

ચૂંટણી પહેલા ગુજરાતના ખેડૂતોને રીઝવવાનો ગુજરાત સરકારનો આ એક પ્રયાસ ગણી શકાય છે. ગુજરાતમાં આશરે 50 લાખ ખેડૂત ખાતેદારો નોંધાયા છે. જેમાંથી ફક્ત 1 લાખ જેટલા ખેડૂતોન આ સરકારી યોજનાનો લાભ મળી શકશે.

સ્માર્ટફોનથી ખેડૂતોને થશે આ ખાસ લાભો:
ખેડૂતો ઘેર બેઠા આવનાર દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની જાણકારી મેળવીને ખેતીનું આગામી આયોજન કરી શકશે. વરસાદની આગાહી, જીવાત ઉપદ્રવની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ, રોગ જીવાત નિયંત્રણની ટેકનિકલ માહિતી, ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની જાણકરી મેળવવા તથા ખેતીવાડી ખાતાની યોજના સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવા વગેરે કામો સ્માર્ટ ફોનને કારણે સરળ બનશે.

ખેડૂતોને રજુ કરવાના દસ્તાવેજો:
GST નંબર ધરાવતું અસલ બીલ, મોબાઈલનો IMEI નંબર, 8-અની નકલ, રદ કરેલ ચેક, આધારકાર્ડની નકલ વગેરે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *