કોલેજમાં વિદ્યાર્થીએ ચાલુ ક્લાસે ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, જુઓ હૈયું હચમચાવી દેતો વિડીયો

Andhra Pradesh College News: આંધ્રપ્રદેશના એક કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદી આત્મહત્યા કરી લીધી છે. કંપાવી દેનાર આ ઘટના કોલેજના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નારાયણ કોલેજના આ વિદ્યાર્થીએ સવારે લગભગ 10:15 વાગે ક્લાસમાંથી (Andhra Pradesh College News) અચાનક બહાર નીકળ્યો અને ત્રીજા માળેથી કૂદી ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થીએ ક્લાસરૂમમાંથી બહાર નીકળી ત્યાંથી છલાંગ લગાવી દીધી હતી.

ક્લાસમાં અભ્યાસ ચાલી રહ્યો હતો
ઘટના સમયે ક્લાસમાં શિક્ષક ભણાવી રહ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થી કોઈની પણ સાથે વાતચીત કર્યા વગર ક્લાસમાંથી બહાર નીકળી જાય છે. ત્યારબાદ તે સીધો લોબીમાં આવી ત્યાંથી કૂદી જાય છે. આ જોઈ ક્લાસમાં રહેલા વિદ્યાર્થીઓ દોડીને બહાર આવી ગયા અને પરિસ્થિતિ સમજવાની કોશિશ કરવા લાગ્યા.

આત્મહત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી
આ ઘટના પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે વિદ્યાર્થીએ આત્મહત્યા જેવું ગંભીર પગલું કેમ ઉઠાવ્યું. પોલીસનું કહેવું છે કે આ ઘટના વિશે એકદમ બારીકિથી તપાસ કરવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીના પરિવાર અને મિત્રો સાથે વાતચીત કરી માનસિક સ્થિતિ વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે.