વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દેશમાં રસીકરણ (Vaccination) ને લઈ 3 નવેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 11 રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે વાતચીત કરી શકે છે. આ દરમિયાન રસીકરણ સંબંધિત આગામી વ્યૂહરચના પર ચર્ચા શક્ય બની શકે છે. અહીં નોંધનીય છે કે, શનિવાર સુધીમાં સમગ્ર દેશમાં કોવિડ -19 સામે રસીના 106 કરોડથી વધુ ડોઝ લાગુ કરાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય જણાવે છે કે, શનિવારની સાંજે 7 વાગ્યા સુધીમાં રસીના સરેરાશ 62 લાખ ડોઝ આપી દેવામાં આવ્યા હતા. દેશમાં કોવિડ -19 રસીકરણની રજૂઆત 16 જાન્યુઆરીએ આરોગ્ય કર્મચારીઓને ડોઝ આપવાની શરૂઆત થઈ હતી. PM મોદીએ શનિવારે રોમમાં યોજાયેલ G-20 સમિટમાં કહ્યું હતું કે, આવતા વર્ષના અંત સુધીમાં કોવિડ-19 રસીના 5 અબજ ડોઝનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે.
3 નવેમ્બરે સંયુક્ત રાષ્ટ્રપણ કરવાનું છે બેઠક:
સંયુક્ત રાષ્ટ્રના ટેકનિકલ સલાહકાર જૂથ પણ 3 નવેમ્બરે બેઠક કરવાનું છે કે, જેથી કટોકટીના ઉપયોગ માટે રસીને સૂચિત કરવા માટે અંતિમ જોખમ-લાભનું મૂલ્યાંકન કરવામાં આવે. રસીકરણમાં, ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સીન તથા એસ્ટ્રાઝેનેકા તેમજ ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ તૈયાર કરેલ કોવિશિલ્ડનો દેશમાં વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે.
ગત 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો. જો કે, મૃત્યુઆંક ચિંતા વધારી છે. ફક્ત 24 કલાકમાં દેશમાં કોરોનાના 12,830 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો બીજા દિવસે પણ યથાવત રહ્યો હતો.
જો કે, મૃત્યુઆંક ચિંતામાં વધારો કરી રહ્યો છે. ફક્ત 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 12,830 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 446 દર્દીઓના મોત થયા છે. નવા આંકડા સહિત દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3,42,73,300 પર પહોંચી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.