દર મહિનાની ચોથ ભગવાન ગણેશને સમર્પિત હોય છે. પણ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચોથ હિન્દૂ ધર્મ માં સૌથી મોટી ગણેશ ચતુર્થી માનવામાં આવે છે.આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આ દિવસે લોકો ગણપતીબાપ્પાને પોતાના ઘરે લઈને આવે છે અને 10 દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરે છે.
માન્યતા એવી છે કે,ઘરમાં ગણપતિને લાવવાથી તે ઘરમાં રહેલા તમામ વિધ્નો દૂર થઇ જાય છે. ગણેશોત્સવ મોટા પાયે મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. દૂર દૂરથી ગણેશ ભગવાનના ભક્તો ગણેશોત્સવ જોવા માટે મહારાષ્ટ્રમાં આવે છે. અનન્ત ચતુર્દશીના દિવસે ધૂમધામથી ગણપતિનું વિસર્જન પણ કરવામાં આવે છે. આ વખતે ગણેશ ઉત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યુ છે.
ગણેશ ચતુર્થીના દિવસે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરીને ગણપતિ બાપ્પાને લોકો પોતાના ઘરે લાવે છે. ગણપતિની મૂર્તિ ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે, મૂર્તિ માટીની હોવી જોઈએ.આ ઉપરાંત બેઠેલા ગણપતિની મૂર્તિ લેવી વધારે શુભ માનવામાં આવે છે. ઉપરાંત સૂંઢ જમણી તરફ વળેલી હોવી જોઈએ અને સાથે મૂષક પણ હોવો જોઈએ. મૂર્તિ લીધા બાદ એક કપડાથી ઢાંકી ઢોલ નગારા સાથે ધૂમ ધામથી ઘરે લાવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.