ગુજરાત(Gujarat): તારીખ 30 નવેમ્બરના રોજ એટલે કે બે દિવસ અગાઉ બપોરના સાડા 12 વાગ્યા આસપાસના સમયે મમતાબેન સતીષભાઇ પટેલની આશરે 10 ગ્રામ સોનાની ચેઇન(Gold chain) અંબાજી મંદિર(Ambaji Temple) ખાતે નાળિયેર સ્ટેન્ડ પાસે પડી ગયેલ હતી.
આ સોનાની ચેઈન ત્યાં ફરજ બજાવી રહેલ સુરક્ષા જવાન GISFના ગાર્ડ ભરતભાઇ પ્રજાપતિને મળી આવી હતી. આ ચેઈન મળી આવતા તેમણે પોલીસ કંટ્રોલ રુમ ઉપર PSI શ્રી આર.કે.વાણિયા પાસે જમા કરાવી હતી અને આ સોનાની ચેઈન અંગે મંદિરમા એનાઉન્સ કરાવવામા આવ્યુ હતું.
સાથે જ મંદિરના પરિસરમાં ફરજ બજાવી રહેલ તમામ સુરક્ષા જવાનો પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ, GISF ના વોટ્સેપ ગ્રુપ મા મેસેજ કરીને તમામ ને જાણ કરવામા આવેલ હતી. ત્યારે આ પ્રકારનો મેસેજ મમતાબેન સુધી પહોંચતા જ મમતાબેને અંબાજી મંદિર પોલીસ કંટ્રોલ રુમ પહોચ્યા હતા અને ત્યાં તેઓની ગુમ થયેલ સોનાની ચેઈન પરત કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર આ ખોવાઈ ગયેલ ચેઈન રૂ. 50,000ની હતી. આ સોનાની ચેઈન પરત આપીને પોલીસ અને પોલીસતંત્ર દ્વારા ખુબ જ સરાહનીય અને બિરદાવવા લાયક કાર્ય કરવામાં આવેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.