આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના રાજ્યના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે. શહેરમાં આવેલ નિકોલ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે.
પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે, વ્યાજખોર તેમને ધમકી આપી રહ્યા હતા જેની અરજી પણ પોલીસમાં કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ બનાવ પછી પરિવારજનો ન્યાય માટે મૃતકનાં મૃતદેહને લઈ પોલીસ મથકમાં પહોંચી ગયા હતા તેમજ સ્વામિનારાયણ ધૂન બોલાવી હતી.
ધંધા અર્થે કામળિયાએ 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા:
શહેરના નિકોલ વિસ્તારમાં ભૂપેન્દ્ર કામળિયાએ આજે સવારમાં ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા અંગે તેમના પત્નીએ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમણે વિક્રમભાઈ, કાલુ રબારી, ભગા રબારી, રાજુ રબારી, હકો રાજધાની, નીતિનભાઈ પાસેથી ધંધાના કામ માટે 8 લાખ રૂપિયા લીધા હતા. આ રૂપિયા તેઓ સમયસર ચૂકવી દીધા હતા એમ છતાં તેમની પાસે ધાકધમકી આપીને રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી.
પોસ્ટમોર્ટમ કર્યા પછી પરિવાર મૃતદેહને લઈ પોલીસમથકે પહોંચ્યો:
આજે સવારમાં ભૂપેન્દ્રભાઈ ખૂબ ચિંતામાં હતા એટલે તેમની પત્નીએ પૂછતાં તેમણે જાણ તેમને કરી હતી. ત્યારપછી ભૂપેન્દ્રભાઈએ ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત થયું હતું. ત્યારપછી પોસ્ટમોર્ટમ કરાયું હતું તેમજ પરિવારજનો તેમનાં મૃતદેહને લઈ પોલીસ મથકમાં પહોંચ્યા હતા.
તેમજ પોલીસ સ્ટેશનમાં મૃતદેહને મૂકી તેની ફરતે ગોઠવાઈને ધૂન બોલાવા લાગ્યા હતાં. આ ઘટનામાં હાલમાં પોલીસ દ્વારા મૃતકની પત્નીની ફરિયાદને આધારે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.