કોરોના મહામારીને કારણે સૌથી વધુ નુકશાન આઈસ્ક્રીમની કંપનીઓને થયું- ખોટના ખાડામાં કંપનીને કરોડોનું નુકસાન…

આઈસ્ક્રીમ એ તો સૌ કોઈને મનપસંદ વાનગી છે. આઈસ્ક્રીમનાં પણ ઘણી જાતનાં જુદાં-જુદાં ફ્લેવર આવે છે. હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. આ…

આઈસ્ક્રીમ એ તો સૌ કોઈને મનપસંદ વાનગી છે. આઈસ્ક્રીમનાં પણ ઘણી જાતનાં જુદાં-જુદાં ફ્લેવર આવે છે. હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. આ સમાચારને સાંભળીને આપની આંખો પણ ચોકી જશે. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે.

કોરોના તેમજ લોકડાઉનને લીધે અર્થતંત્રની ગાડી પણ પાટા પરથી ઉતરી ગઈ છે. જનજીવન પર એની ઘણી અસર થઇ છે. હાલમાં પણ જ્યાં જુઓ ત્યાં મંદીનો જ માહોલ સર્જાયેલો છે. લોકડાઉનને લીધે મુંબઈની એક કંપનીને કુલ 26 ટન આઈસ્ક્રીમને ફેંકવાની નોબત આવી છે.

આ કંપનીએ BMC તેમજ પોલીસની પાસે આ આઈસ્ક્રીમને મફતમાં વહેંચવાની મજુરી પણ માંગી હતી. જો, કે કોરાનાને લીધે આ શક્ય થયુ ન હતું. ત્યારપછી તો કંપનીએ આઇસ્ક્રીમને પાર પાડવા માટે એક બીજી ફર્મનો પણ સંપર્ક કર્યો હતો. આવો જાણીએ આખી કહાની..

મુંબઈની નેચરલ્સ આઈસ્ક્રીમ ફેક્ટરીમાં કુલ 45,000 જેટલાં નાના બોક્સમાં કુલ 26 ટન આઈસ્ક્રીમને વહેંચાવા માટે તૈયાર કર્યો હતો. કંપનીનું જણાવવું છે, કે તે તેની ઉત્તમ ગુણવત્તાવાળા આઈસ્ક્રીમનું ઉત્પાદન હતું. પણ 19 માર્ચનાં રોજ મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, કે 20 માર્ચથી રાજ્યમાં લોકડાઉનનો અમલ કરવામાં આવશે.

આ કંપની માટે એક ખુબ જ મોટો આંચકો હતો. કોરોના વાયરસનાં ચેપને લીધે આઈસ્ક્રીમનો વપરાશ પણ પહેલાથી જ નોંધપાત્ર ઘટાડો જોવાં મળ્યો હતો. ઉપરથી આવાં સમાચાર આવતા જ કંપનીની પાસે સૌથી મોટો પ્રશ્ન એ હતો, કે હવે શું કરવુ ? આ આઈસ્ક્રીમ તો પહેલેથી જ તૈયાર થઈ ગયો હતો. જો તૈયાર કરેલ આઈસ્ક્રીમને વહેંચવામાં ન આવે તો એ બગડી પણ જાય. પરતું આ આઈસ્ક્રીમને હવે ખરીદે પણ કોણ?

નેચરલ્સ આઈસ્ક્રીમનાં વાઇસ પ્રેસિડેન્ટ હેમંત નાયકે જણાવતાં કહ્યું કે, અમે અમારા ઉત્પાદનની અંતિમ તારીખ પૂર્ણ થયા બાદ શું કરવું તે બાબતે કોઈપણ નીતિ બનાવી ન હતી. કંપનીની સાથે આવું અગાઉ ક્યારેય પણ થયુ ન હતું, કે આઈસ્ક્રીમ આમ જ પડી રહે. ડેરી ઉત્પાદન હોવાનાં લીધે, અમે એનાં વિશે કંઇ કરી શક્યા નહીં. તેને ફેંકી દેવું પડ્યું હતું.

અમે આવું વિચાર્યું પણ ન હતું, કે મહારાષ્ટ્ર સરકાર આમ અચાનક જ કેન્દ્ર સરકારની પહેલા જ લોકડાઉન લાવી દેશે.આ આઈસ્ક્રીમને લીધે કંપનીને અન્દ્જે કુલ 2 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. પણ આઇસક્રીમ કંપનીનો વ્યવસાય માર્ચથી જ અટકી ગયો છે, જેથી તેની સરખામણીએ આ નુકસાન ખુબ જ ઓછું કહી શકાય.

આ પ્રાકૃતિક આઈસ્ક્રીમ તાજા ફળોનાં રસમાંથી જ બનાવવામાં આવે છે, જેથી આ આઇસ્ક્રીમને બન્યા બાદ કુલ 15 દિવસ જ ખાઇ શકાય છે. લોકડાઉનનો અમલ થતા જ કંપનીની પાસે કોઇ અન્ય વિકલ્પ ન હતો. કંપનીએ પ્રયત્ન પણ કર્યો હતો, કે આ આઈસ્ક્રીમની મુદત પૂર્ણ થતાં પહેલાં જ તેને ગરીબોને વહેંચી પણ દેવો.

કંપનીએ આની માટે BMC તેમજ પોલીસ પાસે પરવાનગી પણ માંગી હતી, જેમાં વિતરણની માટે જરૂરી વાહનોની અવરજવરની મંજુરી આપવા માટે એક અરજી પણ આપી હતી. મંજુરી ન મળતાં જ આઇસ્ક્રીમનો જથ્થો નિષ્ફળ થયો હતો તેમજ કંપનીની પાસે ફેંકી દેવાં સિવાય અન્ય કોઇ રસ્તો જ બચ્યો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *