કોંગ્રસ પર કોરોનાનો કહેર, એકપછી એક નેતાઓ કોરોનાની જપેટમાં. જાણો આ વખતે કોને પોજીટીવ આવ્યો?

ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરમાં મંગળવારના રોજ સ્વર્ણિમ સ્કૂલમાં મળેલી મીટિંગમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટીવ આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ઈમરાન…

ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરમાં મંગળવારના રોજ સ્વર્ણિમ સ્કૂલમાં મળેલી મીટિંગમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટીવ આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ઈમરાન ખેડાવાલા બાદ આજે AMCના પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને સાથે-સાથે કોરોનાના દર્દી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પણ આજે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.

હાલ કોંગ્રેસ પાર્ટીના નેતા બદરૂદ્દીન શેખને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. બદરૂદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખેડાવાલા બાદ બદરૂદ્દીન શેખને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ ઘટના બાદ બદરૂદ્દીન શેખને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. AMCના પૂર્વ વિપક્ષના નેતા કોરોનાની ઝપેટમાં આવી જતા હવે ગુજરાતમાં કોરોના વાયરસ નેતાઓને ભરડામાં લઈ રહ્યો છે. બદરૂદ્દીન શેખ પોતાના વિસ્તારમાં સેવા કાર્ય કરતા હતા. આ સિવાય ઓઢવ કોંગ્રેસના મહામંત્રીને કોરોનાનો ચેપ લાગ્યો છે, એક MLA અને હવે કોર્પોરેટરને કોરોનાએ પોતાના ભરડામાં લીધા છે.

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી સહિતના નેતાઓની ચિંતા માં ભારે વધારો થયો છે. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ હોવાની માહિતી મળી રહી છે. મંગળવારની ઘટના બાદ આજે મુખ્યમંત્રી રૂપાણીના સ્વાસ્થ્યનું પરિક્ષણ કરાયું હતું. જેમાં તેમનો રિપોર્ટ સંપૂર્ણ સ્વસ્થ છે. તેમ છતાં 8 દિવસ સુધી મુખ્યમંત્રી વિજય રૂપાણી કોઈને મળી શકશે નહીં. CM તમામ કામગીરી ટેક્નોલોજી આધારિત કરશે. મુખ્યમંત્રીના સચિવે સ્વસ્થ હોવાની માહિતી આપી હતી. આજે ડૉ.આર.કે.પટેલ અને ડૉ.અતુલ પટેલે વિજય રૂપાણીનું પરિક્ષણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *