આઇટીએ પીવીએસ શર્માની આવકોની તપાસ કરી હતી. જેમાં કેટલાક ડોક્યુમેન્ટો બોગસ બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેના આધારે ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટ-1ના ઓફિસર ડો.પેમ્મય્યા કે.ડીએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર પી.વી.એસ.શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે આઈપીસી કલમ 465, 468, 471, 420 અને 120(બી) મુજબનો ગુનો નોંધ્યો છે.
આઈટીના ઓફિસરે ફરિયાદમાં જણાવ્યું કે 2008-09 થી 21-10-20 સુધીમાં મેસર્સ સંકેત મીડિયા પ્રા.લિ.ના સત્યમ ટાઇમ્સ ગુજરાતી અને અંગ્રેજી દૈનિક પેપરોનું છાપકામ માટેના રો-મટીરીયલ્સ ઓછા પ્રમાણમાં ખરીદ કરેલ હોવાનું જાણવા છતાં પોતાના વધુ આર્થિક લાભ મેળવવા માટે મહેશ ટ્રેડીંગ એન્ડ કંપની તેમજ અન્ય બોગસ કંપનીઓ પાસેથી રો-મટીરીયલ્સ ખરીદની ખોટી એન્ટ્રી કંપનીના લેજર બુકમાં બતાવી હતી. આ ડોક્યુમેન્ટોને ખરા તરીકે ઉપયોગ કરી સત્યમ ટાઇમ્સ દૈનિક પેપરનું સર્ક્યુલેશન ઓછું હોવાનું જાણવા છતાં વધારે સર્ક્યુલેશન બતાવી ડાયરેક્ટરેટ ઓફ એડવટાઇસ્મેન્ટર એન્ડ વિઝયુઅલ પબ્લિસિટી(ડીએવીપી) અને અન્ય સરકારી એજન્સીઓ પાસેથી 70 લાખ તેમજ પ્રાઇવેટ એડવર્ટાઇઝીંગ કંપનીઓને પાસેથી 2 કરોડ મેળવ્યા હતા.
વધુમાં સત્યમ ટાઇમ્સની ગુજરાતીની 23500 કોપી અને સત્યમ ટાઇમ્સ અંગ્રેજીની 6000થી 6300 કોપીઓની કમ્પ્યુટરના બુક્સ ઓફ એકાઉન્ટસમાં નોંધ કરી હતી. આ બાબતે દસ્તાવેજી પુરાવા મેળવી ન્યૂઝ પેપરના રો મટીરીયલ્સનું હાથથી લખેલ એક સ્ટોક રજીસ્ટ્રર મળ્યું હતું. જેમાં ન્યૂઝ પેપર છાપવા માટેનું રો-મટીરીયલ્સની આવક-જાવકની નોંધ કરી હતી. જેના આધારે તપાસ કરતા સત્યમ ટાઇમ્સની ગુજરાતી આવૃતિ 300 થી 600 અને અંગ્રેજી 290 જેટલી કોપીઓ છાપી હોવાનું જાણવા મળ્યું હતું. ઇન્કમટેક્સના ઓફિસરે સંકેત મીડિયાના ઓફિસના મેનેજર મુક્તાર બેગની પૂછપરછ કરી હતી.
જેમાં તેણે સરકારી એજન્સીઓ અને પ્રાઇવેટ કંપનીઓમાં વધુમાં વધુ રકમની એડવર્ટાઈઝ મળે તે હેતુથી ન્યૂઝ પેપર છપાય તેના કરતા વધુ માત્રામાં ન્યૂઝ પેપર છપાતા હોવાનું દર્શાવેલ છે. જેમાં મહેશ ટ્રેડીંગ એન્ડ કંપનીમાંથી 1-4-2013થી 21-10-2020 વચ્ચે 2.43 કરોડનું રો-મટીરીયલ્સ ખરીદી કરી હોવાની નોંધ કરી છે. મેનેજર પાસેથી મહેશ ટ્રેડીંગના એડ્રેસ મેળવી મહિધરપુરા ભાનુદાસ સ્મૃતિ બિલ્ડિંગમાં તપાસ કરતા ત્યાં શર્માના સી.એ. અશોક અડોકીયાની જૂની ઓફિસ હતી. સીએની પૂછપરછ કરી જેમાં તેણે આ સરનામે મહેશ ટ્રેડીંગની કોઈ કંપની નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle