જેતપુર પાસે આવેલા ફરેણી ગામે વિચરણ દરમ્યાન રામાનંદ સ્વામી પોતાનો ભગવાનના ધામમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી દેહત્યાગ કરે છે. અને ફરેણીમાંજ શ્રી રામાનંદ સ્વામીના ભદ્રાવતી કૂવાના કાંઠે અંતિમ સંસ્કાર થાય છે. અને ગુરુના દેહત્યાગના સમાચાર જાણી ગામો-ગામથી સંતો-ભક્તો આવે છે અને 14માંના દિવસે માગશર વદ સુબોધિની એકાદશી ને તા. 31-12-1801ના રોજ મોટી સભાનું આયોજન થાય છે.
રામાનંદ સ્વામીની ધર્મધુરાને ધારણ કરેલા એવા સહજાનંદ સ્વામી આ સભાને સંબોધતા કહે છે કે, ‘હે ભક્તજનો હાલ સુધી તમે અલગ અલગ નામથી ભજન કર્યું પણ હવેથી તમારે સ્વામિનારાયણ આ મંત્રનો જાપ કરવાનો છે
સહજાનંદ સ્વામીએ આગળ કહ્યું કે, અત્યાર સુધી મારા અનેક નામ છે કોઈ નામ સંતોએ આપ્યા તો કોઈ નામ ભક્તો એ પાડ્યા તો વળી પૃથ્વીને વિષે જન્મને ધારણ કર્યો હતો.
માતાપિતાએ પણ નામ પાડ્યા અને તમે તે નામથી મારા નામનું ભજન પણ કરતા રહયા પણ આજ હું સ્વયં મારું નામ આપુ છું , આ સર્વોપરી મંત્ર છે એમ કહી પ્રભુએ ‘સ્વામિનારાયણ’ એવો મંત્ર આપ્યો હતો. આમ, ભગવાન સ્વામિનારાયણના મુખેથી સૌ પ્રથમવાર નામ સાંભળતા સહુને આનંદ થયો અને ‘જયઘોષ’ સાથે બધા સંતો ભક્તો એ આ મંત્રને વધાવી લીધો અને આમ સમગ્ર બ્રહ્માંડમાં સ્વામિનારાયણનો નાદ ગુંજ્યો હતો.
સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપ જ એવો છે કે, આધિ-વ્યાધિ – ઉપાધિને મિટાવી દે અને ગમે ગમે તેવા દુ:ખ દર્દથી પીડાતાને શાતા આપે આ મહામંત્રના જાપથી શીતળદાસ સમાધિમાં યમપુરી જઈને યમપુરી ખાલી કરાવે, ગોલીડાના રાણો રાજગર જમદૂતને ભગાડે અને ઝીંઝાવદર ગામના મહાણે મડદું થઈને ચિત્તા પાર સુતેલા જેહલાને ફરીથી જીવતો કરે ને બોટાદના દેહાખાચરની મરેલી ઘોડીના કાનમાં આ મંત્ર પડે ને ઘોડી હાવળ દેતી ઉભી થાય.
અરે આ ખાલી એકવાર કોઈક સાંભળેને ત્યાં તો તેના જીવન બદલાયાના પણ ઇતિહાસ છે યાદ કરો એ જોબન વડતાલો, મુંજો સુરુ, ઉપલેટાનો વેરાભાઈ કે જે વેલામાંથી ચીભડું ઉપાડીએ તેમ લોકોના ધડથી માથા અલગ કરતા અને આ મંત્રના પ્રતાપે એ વરુ જેવા હેવાન, ગાય જેવું પવિત્ર જીવન જીવીને ભગવાનના ધામને પામ્યા.
આ મંત્રના જાપ થકી કેટલાય પાપી જીવ પુણ્યશાળી થયા, દિન દુ:ખિયા લોકો સુખી બન્યા, ભૂતપ્રેતના ડર રંજાડ દૂર થઇ , કાળાનાગના ચડેલા ઝેર પણ ઉતર્યા, મરણપથારીએથી કેટલાય ઉભા થયા, આમ આ ‘સ્વામિનારાયણ’ મંત્રનો પ્રતાપ અનેરો છે તો ચાલો આજે આપણે મહામંત્રના ઉદ્ઘોષ દિને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરીને પુણ્યશાળી થઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle