કોરોના વાયરસના કારણે ઘર બહાર લોકો વચ્ચે અંતર વધી રહ્યું છે અને ઘરની અંદર યુગલો વચ્ચે પ્રેમ વધી રહ્યો છે. બાળકોને માતા-પિતાનો સમય મળી ગયો છે. આ ઉપરાંત સાથે રહેતા પતિ-પત્ની, પ્રેમી-પ્રેમિકાઓ લોકડાઉનના કારણે વધુ નજીક આવ્યા છે. આ બધુ અમે નહિ પણ સામે આવી રહેલા રિપોર્ટ કહી રહ્યા છે કે મેડિકલ સ્ટોર્સ પર કોન્ડોમની ઘટ જોવા મળી રહી છે. લોકડાઉનના કારણે સેનેટાઇઝર, માસ્કની માંગ વધી રહી છે આ ઉપરાંત કોન્ડોમના વેચાણમાં પણ 25થી 30 ટકાનો વધારો થયો છે.
કપલ મેડિકલ સ્ટોરથી અથવા ઓનલાઉન શોપિંગ દ્વારા કોન્ડોમના પેકેટ મંગાવી રહ્યા છે. આટલુ જ નહી તેઓ હવે મોટા પેકેટને મહત્વ આપી રહ્યા છે. કેટલાક મેડિકલ સ્ટોરનું કહેવુ છે કે, પહેલા નાના પેકેટ વેચાતા હતા, પણ લોકડાઉન પછી મોટા પેકેટના વેચાણમાં વધારો આવ્યો છે.
જણાવી દઈએ કે, દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન છે. લોકો વર્ક ફ્રોમ કરી રહ્યા છે. અથવા લોકોને રજા આપી દેવામાં આવી છે. લોકો હવે ફક્ત જરૂરી વસ્તુઓ માટે બહાર નિકળી શકે છે. જેમાં રાશન, દૂધ, દવાઓ જેવી વસ્તુઓ સામેલ છે. જે લોકોની ફરિયાદ રહેતી હતી કે, તેઓ કામના કારણે સંબંધોને સમય નથી આપી શકતા તેમની ફરિયાદ દૂર થઈ ગઈ છે.
વૈશ્વિક સ્તરે પણ રિપોર્ટ સામે આવી છે કે, કોરોના મહામારી વચ્ચે કોન્ડોમની માંગ વધી ગઈ છે. કેટલાક સ્ટોરોમાં તો કોન્ડોમ મળી પણ નથી રહ્યા અને સેનિટાઇઝર પણ નહીં. કેટલાક લોકો કોન્ડોમ એટલા માટે પણ લઈ જઈ રહ્યા છે જેથી તેનો ઉપયોગ ગ્લોવ્સ તરીકે કરી શકે.
જણાવી દઈએ કે, સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસો 17 લાખથી વધારે થઈ ગયા છે. જ્યારે એક લાખથી વધુના મોત થયા છે. ભારતમાં પણ કોરોનાના કેસોમાં સતત વૃદ્ધિ થઈ છે. તેથી લોકો પોતાના ઘરોમાં રહે… સુરક્ષિત રહે. લોકડાઉનનો પાલન કરો અને સમાજને સુરક્ષિત રાખો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news