Pune Pub New Year Party: પુણેમાં એક પબએ નવા વર્ષ માટેની પાર્ટી માટે કોન્ડમ અને ઓઆરએસ પેકેટ મોકલ્યા છે. ઓઆરએસ એટલે કે ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશનનો (Pune Pub New Year Party) ઉપયોગ ડીહાઈડ્રેશનના ઈલાજ માટે કરવામાં આવે છે. તેના લીધે મોટો વિવાદ ઉભો થયો છે.
મહારાષ્ટ્ર પ્રદેશ યુવા કોંગ્રેસ એ પબ મેનેજમેન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નવા વર્ષના ઉજવણી માટેની પાર્ટીના આમંત્રણ કાર્ડમાં કોન્ડમ અને ઓઆરએસના પેકેટ જોવા મળ્યા છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. યુવા કોંગ્રેસએ પુણે પોલીસ કમિશનર અમિતેશકુમાર પાસે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
શું છે આખો મામલો?
હકીકતમાં પુણેમાં એક પબએ 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મોટી પાર્ટીનું આયોજન કર્યું છે. પબએ પાર્ટીના મહેમાન માટે કોન્ડમ અને ઓઆરએસ પેકેટ મોકલ્યા છે. આ અસામાન્ય આમંત્રણની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો છે. યુવા કોંગ્રેસના સભ્ય અક્ષય જૈનએ સોમવારે એક નિવેદનમાં કહ્યું કે અમે પબ અને નાઈટલાઈફના વિરોધી નથી. પરંતુ યુવાનોને આકર્ષિત કરવા માટે આ પ્રકારની ગંદી માર્કેટિંગ હરકત પુણે શહેરની પરંપરાઓની વિરુદ્ધ છે.
કોંગ્રેસે કરી કાર્યવાહીની માંગ
કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમે પોલીસ પાસેથી કડક કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ. તેમણે આગળ જણાવતા કહ્યું કે આ રીતે યુવાનોમાં ખોટો મેસેજ જશે. પોલીસે આ મામલે લોકોના નિવેદનો નોંધ્યા છે. જેમને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા.
શું કહ્યું પોલીસે?
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ફરિયાદ મળ્યાની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે અમે આ કાર્યક્રમમાં ભાગ લેનારા ઘણા લોકોના નિવેદનો નોંધ્યા છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને આગળ કાર્યવાહી કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App