કોંગ્રેસના 46 મુરતિયાઓની બીજી યાદી જાહેર, કયા કોણે મળી ટિકિટ? જુઓ સંપૂર્ણ લીસ્ટ

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની 14 યાદી જાહેર કરવામાં આવી છે. તો 4 નવેમ્બરના રોજ કોંગ્રેસ(Congress) દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી હતી. ભાજપ(BJP)ની 160 ઉમેદવારોની 10 નવેમ્બરના રોજ પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરી દેવામાં આવી છે. આજે મોડી રાત્રે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં વધુ 46 ઉમેદવારોના નામ પર સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા જે બીજી યાદી બહાર પાડવામાં આવી છે તેમાં અબડાસા – મહંમદ ઝૂંક, માંડવી – રાજેન્દ્રસિંહ જાડેજા, ભૂજ – અર્જુન હુદિયા, દસાડા – નવસાદ સોલંકી, લીંબડી – કલ્પના મકવાણા, ચોટીલા – ઋત્વિક મકવાણા, ટંકારા -લલિત કગથરા, વાંકાનેર – મહંમદ જાવેદ પીરઝાદા, ગોંડલ – યતીશ દેસાઈ, જેતપુર – દીપક વેંકરીયા, ધોરાજી – લલિત વસોયા, કાલાવાડ – પ્રવીણ માછડીયા, જામનગર સાઉથ – મનોજ કથીરિયા, જામજોધપુર – ચિરાગ કાલરિયા, જામખંભાળિયા – વિક્રમ માડમ, જુનાગઢ – ભીખાભાઈ જોશી, વિસાવદર – કરસનભાઈ વડોદરીયા, કેશોદ – હીરાભાઈ જેતાવા, માંગરોળ – બાબુભાઈ વાજા, સોમનાથ – વિમલ ચુડાસમા, ઉના – પુંજાભાઈ વંશનો સમાવેશ થાય છે.

વધુમાં આ યાદીમાં અમરેલી – પરેશ ધાનાણી, લાઠી- વિરજી ઠુંમર, સાવરકુંડલા – પ્રતાપ દૂધાત, રાજુલા – અમરીશ ડેર, તળાજા – કનુભાઈ બાબરીયા, પાલિતાણા – પ્રવીણભાઈ રાઠોડ, ભાવનગર પશ્ચિમ – કિશોરસિંહ ગોહિલ, ગઢડા – જગદીશ ચાવડા, ડેડીયાપાડા – જેરમાબેન વસાવા, વાગરા – સુલેમાનભાઈ પટેલ, ઝઘડિયા – ફતેસિંહ વસાવા, અંકલેશ્વર – વિજયસિંહ પટેલ, માંગરોળ, સુરત – અનિલભાઈ ચૌધરી, માંડવી – આનંદભાઈ ચૌધરી઼, સુરત ઈસ્ટ – અસલમ સાઈકલવાલા, સુરત નોર્થ – અશોકભાઈ વી પટેલ, કરંજ – ભારતી પટેલ, લિંબાયત – ગોપાલભાઈ પાટીલ, ઊધના – ધનસુખ રાજપૂત, મજૂરા – બલવંત શાંતિલાલ જૈન, ચૌર્યાસી – કાંતિલાલ પટેલ, વ્યારા – ઉનાભાઈ ગામીત, નિજર – સુનીલભાઈ ગામીત, વાંસદા – અનંતકુમાર પટેલ અને વલસાડ – કમલકુમાર પટેલનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અબડાસા, માંડવી, ભૂજ, દશાડા, લીંબડી, ચોટીલા, ટંકારા, કાલાવાડ, જામનગર સાઉથ, ખંભાળિયા, જુનાગઢ, માંગરોળ, સોમનાથ, ઉના, લાઠી, અમરેલી, સાવરકુંડલા, રાજુલા, માંડવી, તલાજા જેવી બેઠકો પર ઉમેદવારો રીપીટ થયા છે. એવું પણ કહેવામાં આવે છે કે, કોંગ્રેસ પોતાના ધારાસભ્યોનુ પત્તુ ક્યારેય કાપતી નથી. કોંગ્રેસ રિપીટ થિયરી પર કામ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *