સુરત સિવિલ હોસ્પીટલમાં તરછોડાયેલા જોડિયા બાળકોમાંથી 1 બાળકનું સારવાર દરમિયાન મોત

સુરત(Surat): સિવિલ (Civil)માં થોડા દિવસ પૂર્વે અડાજણ (Adajan)ની મહિલા તેના જોડિયા બાળક-બાળકીને તરછોડી ગઇ હતી અને બીજા દિવસે પરત ફરી હતી. જેમાં હાલ ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, સિવિલમાં તરછોડાયેલા જોડિયા બાળકોમાંથી 1 બાળકનું સોમવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, અડાજણની હરિચંપામાં રહેતી રેણુ મહેશભાઈ આદિવાસી મહિલાએ 15 જૂનના મોડીરાત્રે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં એક બાળક અને બાળકી હતી. પરંતુ આ માહિલાએ તેના જોડિયા બાળકોને સિવિલમાં તરછોડી દીધા હતા. આ ઉપરાંત બીજા દિવસે પરત પણ ફરી હતી. તેમ છતાં પણ બંને બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

આ બંને જોડિયા બાળકોને નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 1 બાળકનું મોત નીપજ્યું હતું. આ એક વાર નહિ, પરંતુ આવા જ ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં ક્યારેક મંદિર બહાર બાળકોને મૂકી જાય, તો ક્યારેક હોસ્પીટલમાં જ તરછોડી દેતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *