ગુજરાત(Gujarat): ભાજપ(BJP)ની જેમ હવે કોંગ્રેસ(Congress) પણ ઉમેદવારોની યાદી તૈયાર કરી રહી છે. જેમાં કોંગ્રેસના અનેક સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે. કોંગ્રેસના એક ડઝનથી વધુ ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકી છે. ઘણા ધારાસભ્યોની ઉંમરને ધ્યાનમાં રાખીને ટિકિટ કાપવામાં આવશે. કેટલા ધારાસભ્યો પક્ષમાં સારું કામ નથી કરી રહ્યા તે પણ નોંધવામાં આવ્યું છે. જિલ્લાઓમાં યુવા અને અનુભવી બંને ચહેરાઓનો સંગમ જોવા મળશે.
જુઓ કોના કોના નામ પર લાગી શકે છે કાતર:
ધાનેરા બેઠક પરથી નાથા પટેલની ટિકિટ રદ થઈ શકે છે. નાથા પટેલનું સ્થાન બીજું કોઈ લઈ શકે છે. પાલનપુર બેઠક પરથી મહેશ પટેલના નામ પર પણ કાતર લાગી શકે છે. આવી સ્થિતિમાં મહેશ પટેલનું સ્થાન અન્ય દાવેદારો લઈ શકે છે. બેચરાજી બેઠક પરથી ભરત ઠાકોરના નામ પર પણ કાતર લાગી શકે છે. ભરત ઠાકોર અલ્પેશ ઠાકોરના જૂથના નેતા હોવાથી ટિકિટ કપાઈ શકે છે.
ભિલોડા બેઠક પરથી અનિલ જોશીયારાનું પત્તું કપાઈ શકે છે. નાદુરસ્ત તબિયતના કારણે અનિલ જોશીયારાની ટિકિટ કપાઈ શકે છે, વિરમગામ મતવિસ્તારમાં લાખા ભરવાડનું પત્તું પણ કપાઈ શકે છે. કોંગ્રેસ વિરમગામમાંથી પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. જૂનાગઢ બેઠક પરથી ભીખા જોશીની ટિકિટ કપાઈ શકે છે. જૂનાગઢ બેઠક પરથી પણ પાટીદાર ઉમેદવારને ટીકીટ આપી શકાય તેમ છે.
કપડવંજ બેઠક પરથી કાળુ ડાભીની ટિકિટ કપાય તેવી શક્યતા દેખાઈ રહી છે. છોટા ઉદેપુર બેઠક પરથી મોહન સિંહ રાઠવાનું પત્તું કપાઈ શકે છે. મોહન સિંહ રાઠવાના સ્થાને તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં જંબુસર બેઠક પરથી સંજય સોલંકીની ટિકિટ કપાઈ શકે છે. સ્થાનિક સંગઠન અને પ્રદેશના નેતાઓ વચ્ચે સંકલનના અભાવે ટિકિટ કપાઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.