TikTok પર પ્રતિબંધથી લાખો લોકો થઈ જશે બેરોજગાર, જાણો કોણે કહ્યું…..

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સંજય નિરૂપમે ટીકટોક સહિત 59 ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાના ભારત સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય સાચો છે પરંતુ ટીકટોક પર પ્રતિબંધ મૂકવાથી દેશના લાખો યુવાનો બેરોજગાર થઈ જશે. તેમણે મંગળવારે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી.

ટ્વિટમાં સંજય નિરૂપમે લખ્યું છે કે, “ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવો એ યોગ્ય નિર્ણય છે. પરંતુ ટીકટોક પર પ્રતિબંધ મૂકવાથી આપણા દેશના લાખો યુવાનો બેરોજગાર થઈ જશે. અને, આ નિર્ણયથી સસ્તી, શુદ્ધ અને ઘરેલું મનોરંજન આપણને નિરાશ કરશે. ટીકટોક સ્ટારનો અચાનક અંત એ એક દુર્ઘટના છે. તેની અનંત પ્રતિભાઓને નમ્ર શ્રદ્ધાંજલિ.”

જણાવી દઈએ કે, સરકારે ડેટા ચોરીને ધ્યાનમાં રાખીને આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આઇટી મંત્રાલયે સોમવારે જાહેર કરેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને વિવિધ સ્રોતોથી અનેક ફરિયાદો મળી હતી, જેમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કેટલીક મોબાઇલ એપ્લિકેશનોના દુરૂપયોગ અંગેના અનેક અહેવાલોનો સમાવેશ થાય છે. આ અહેવાલો જણાવે છે કે, આ એપ્લિકેશનો “વપરાશકર્તાઓનો ડેટા ચોરી કરે છે, તેમને અનધિકૃત રીતે ભારતની બહાર સ્થિત સર્વરો પર મોકલે છે.”

ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરએ પણ આ દૂષિત એપ્લિકેશનો પર વ્યાપક પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ પ્રકારની એપ્લિકેશનો ભારતની સર્વભૌમત્વ અને અખંડિતતા માટે ખતરો છે તેવી વિશ્વસનીય માહિતી પ્રાપ્ત કરવાના આધારે ભારત સરકારે મોબાઇલ અને નોન-મોબાઈલ ઇન્ટરનેટ સક્ષમ ઉપકરણોમાં ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક એપ્લિકેશનોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જો કે, મંગળવારે ટિકટોકે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું કે, તેઓ એપ્લિકેશન બંધ કરવાના સરકારના આદેશનું પાલન કરવાની તૈયારીમાં છે. જોકે, તે જ સમયે ટિકટોકે એમ પણ કહ્યું હતું કે, તેણે એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈપણ ભારતીયની માહિતી ચીન સહિત કોઈ વિદેશી સરકાર સાથે શેર કરી નથી. ટિકટોકે કહ્યું કે, તેમને સંબંધિત સરકારી પક્ષો સાથે મળવા અને સ્પષ્ટતા કરવા બોલાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *