ભાજપ સરકાર સામે સવાલ ન ઉઠાવવા લાંચ માંગતા ઝડપાયા કોંગ્રેસ ના ધારાસભ્ય, થયા જેલભેગા…

Published on Trishul News at 6:57 AM, Tue, 30 October 2018

Last modified on October 30th, 2018 at 6:58 AM

ગુજરાત કોંગ્રેસ અને ભાજપની મીલીભગત થી થતા કૌભાંડો બહાર આવતા નથી, કેમ કે ગુજરાતની કોંગ્રેસ મેચ ફિક્સિંગથી જ પોતાના ઘર ચલાવે છે તેવા આક્ષેપો હરહંમેશ થતા આવ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં ખુબ ગાજેલા સિંચાઈ કૌભાંડમાં મોટા નામ ખુલ્યા છે અને પોલીસે કોંગ્રેસના હળવદના ધારાસભ્ય પરષોત્તમ સાબરિયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. અને મોદી સાંજે પરષોતમ સાબરિયાની ધરપકડ કરવામાં આવી છે જેમાં કૌભાંડ મુદ્દો વિધાનસભામાં ના ઉઠાવવા બદલ 40 લાખની માગણી સામે 35 લાખમાં સોદો નક્કી કર્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.

આ ઘટના બાદ કોંગ્રેસના આગેવાનોએ ધારાસભ્ય પરસોતમ સાબરિયાની છબિ ખરડાવવાનો પ્રયાસ થયો હોવાનું જણાવી 29 તારીખે પોલીસ સ્ટેશન સામે ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી આપી હતી.

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કુલ 334 કામો માટે અંદાજે 20 કરોડથી વધુની રકમ મંજુર થઈ હતી જેમાં કામો ન કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય જે સમગ્ર મામલે ગુજરાતની ટીમોએ તપાસ કર્યા બાદ ફરિયાદ નોંધાઈ હતી.

જેને પગલે પોલીસે આરોપી ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સહિત ચારની અટકાયત કરવામાં આવી હતી. જેમાં સી.ડી.કાનાણી અને જુદી જુદી મંડળીઓએ ગેરરીતી છુપાવવા માટે હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરિયાને ગેરરીતો બાબતે અરજી નહીં કરવા તેમજ વિધાનસભામાં આ બાબતે રજુઆત નહીં કરવા તેના મળતિયા વકીલ ભરત ગણેશીયા મારફત 40 લાખની માગણી કરી હતી.

જેમાં 35 લાખમાં સોદો નક્કી કર્યા બાદ 10 લાખની રકમ મેળવી હતી અને બાકીના 25 લાખ રૂપિયા માટે સિક્યુરિટી પેટે ચેક આપ્યો હતો. ધારાસભ્ય પરસોતમ સાબરિયા અને તેના મળતિયા વકીલની અટકાયતને પગલે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિતના જિલ્લાના ત્રણેય ધારાસભ્યો અને કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતાં.

મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત હળવદ, માળીયા, મોરબી સહિતના તાલુકાઓમાં તળાવ ઊંડા ઉતારવા અને તળાવના રિનોવેશન કરવાના નામે મોરબી જિલ્લાના તત્કાલીન કાર્યપાલક ઈજનેર અને તેના મળતિયા કન્સલ્ટિંગ એજન્સીના માલીક દ્વારા ખોટા અંદાજો અને નકશા બનાવી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવતા આ મામલે સાંસદ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. બાદમાં રાજ્ય સરકારની ટીમે કરેલી તપાસમાં ભ્રષ્ટાચારનો ખુલાસો થયો હતો.

ફરિયાદ બાદ નિવૃત મદદનીશ ઈજનેર સહીત કુલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. એ ડીવિઝન પોલીસે તપાસ શરૂ કરી ચાર આરોપીઓને ઝડપી લઈ કૌભાંડના મૂળ સુધી પહોંચવા ૧૨ થી વધુ ગામોમાં સ્થળ તપાસ પણ કરી હતી. જેમાં ગઈ કાલે હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરિયા અને તેમના નજીકના સાથીદારને મોરબી પુછપરછમા લાવ્યા હતા. આજે તેમના કાર્યલયનુ ઉદ્ઘાટન હતું અને આજે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને ત્રણ ઓડિયો કલીપ હાથ લાગી હતી.

પરસોત્તમ સબરીયાની ભ્રષ્ટાચારની કથિત ઓડિયો કલીપ

ઓડિયો ક્લીપમાં વાત કરતા જે રજની નામના વ્યક્તિને પોલીસે સાક્ષી બનાવ્યો છે ત્યારે આજે કોર્ટમાં પોલીસ દ્વારા ધારાસભ્યના ત્રણ દિવસના અને સાથીદારના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી છે. કોર્ટે બંનેના એક એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે આ તકે મોરબીમાં હાજર રહેલ કોંગી ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ટંકારા ધારાસભ્ય લલિત કગથરા, વાંકાનેર ધારાસભ્ય મોહમદ પીરજાદા, દશાળા ધારાસભ્ય નૌશાદ સોલંકી, ચોટીલા ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા હાજર રહ્યા હતા.

આ તપાસ પ્રથમ સ્થાનિક પોલીસ પાસેથી ACB ને સોંપવામાં આવી હતી, ત્યાર બાદ ફરીથી મોરબી એ ડીવીઝન, Dysp, LCB ને સોંપવામાં આવી હતી.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "ભાજપ સરકાર સામે સવાલ ન ઉઠાવવા લાંચ માંગતા ઝડપાયા કોંગ્રેસ ના ધારાસભ્ય, થયા જેલભેગા…"

Leave a comment

Your email address will not be published.


*