છેલ્લા થોડા દિવસ પહેલા જ ઉત્તરપ્રદેશના હાથરસમાં સર્જાયેલી દુષ્કર્મની ઘટનાનો હવે સમગ્ર દેશભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજ રોજ ગુજરાતમાં આવેલ સુરતમાં પણ કોગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આજે સવારના સમયે અમરોલી વિસ્તારમાં મીણબતીઓ સળગાવીને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત, આજ રોજ સવારના સમયે ક્લેક્ટર ઓફિસ સામે કોંગ્રેસ દ્વારા ઘરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય છે. જેમાં કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકા સહિતના 25 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હોમગાર્ડ મહિલાઓના દુર્વ્યવહારથી કોંગ્રેસની મહિલા કાર્યકરે ઝાડ ઉપર દુપટ્ટો બાંધી ફાંસો ખાવાનો પ્રયાસ કરતા તેની અટકાયત કરવામાં આવી છે. ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાવાનો પ્રયાસ કર્યા બાદ તેણે કહ્યું કે, પોલીસના દુર્વ્યવહારના કારણે તે આ પગલું ભરવા મજબુર થઈ છે.
કોંગ્રેસ દ્વારા વિરોધ કરતાં કાર્યકરોની કરવામાં આવી અટકાયત
ઉત્તરપ્રદેશના હાથરસમાં સર્જાયેલી દુષ્કર્મની ઘટના અને આ ઉપરાંત UP પોલીસ દ્વારા રાહુલ ગાંધી સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂક-ધડપકડ અને લાઠીચાર્જના વિરોધમાં સમગ્ર દેશભરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મૌન સત્યાગ્રહનો કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવ્યો હોય છે. આ કાર્યક્રમ પરમીશન વગર યોજવામાં આવ્યો હોવાથી પોલીસે અટકાયત કરી હતી. 25 જેટલા કાર્યકરોની અટકાયત કરતી વખતે પોલીસ સાથે ઘર્ષણ પણ સર્જાય છે.
મમતા સવાણીએ ગળેફાંસો ખાવા ઝાડ સાથે દુપટ્ટો બાંધ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેટર મમતા સવાણીએ આક્ષેપ લગાવ્યો કે હાથરસની ઘટનાને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ ત્યારે પોલીસ વાળાએ ફાંસી ખાઈ લો તેમ કહ્યુ હતુ, આથી ફાંસી ખાવા આવી છું..તેમ કહીને મમતા સવાણીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધ્યો..જોકે પોલીસ તેમને રોકી લીધા હતા.
આજ રોજ NCPના કાર્યકરોની અટકાયત
આજ રોજ સુરતના સરથાણા વિસ્તારમાં NCPના કાર્યકરો દ્વારા યુપીની ઘટનાના વિરોધમાં પૂતળા દહન સહિતનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેના કારણે સવારમાં સરથાણા પોલીસે NCPના કાર્યકરોની અટકાયત કરી હતી. જેથી NCPના રેશ્મા પટેલ સહિતના નેતાઓ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતાં.
અમરોલીમાં શ્રધ્ધાંજલિ અપાઈ
દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના અમરોલી મીણબતીઓ સળગાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી છે. ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેરના નેજા હેઠળ તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસ,બદલાપુર,ડભોઇ,દેશના વિવિધ ભાગમાં દલિત દીકરીઓ ઉપર અમાનુષી અત્યાચાર કરી ગેગરેપ કરેલ જે ઘટનાને ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદ,સમતા મહીલા મંડળ,સમતા નવયુવક મંડળ દલિત સમાજ અમરોલી આ ઘટનાને વખોડી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle