Gujarat Railway Track News: દેશમાં ટ્રેન દુર્ઘટનાઓ ધીમે ધીમે વધવા લાગી હોય તેવું લાગી રહ્યું છે. ટ્રેન પતા પરથી ઉતારી જવી, ડબ્બાઓ વચ્ચેથી લોક છુટા પડી જવા, વળી ગુજરાતના સુરતમાં કીમ સ્ટેશન નજીક પાટાના લોક કાઢી નાખવા આ બધું કાવતરું છે કે એમ જ થાય છે? ઉત્તર પ્રદેશની (Gujarat Railway Track News) માફક હવે ગુજરાતમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના કાવતરાનો પર્દાફાશ થયો છે.
અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફીશ પ્લેટ ખોલી દીધી હતી. સાથે સાથે રેલવે ટ્રેકને જોડતાં 71 પેડ લોક કાઢી નાખ્યાં હતા. મળતી વિગતો પ્રમાણે વડોદરા ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી. આ ઘટનામાં અજાણ્યા શખ્સે ટ્રેનના અપ ટ્રેકના ફીશ પ્લેટને ખોલીને અપ ટ્રેક પર મૂકી દીધી હતી. જોકે રેલવે સ્ટાફની સતર્કતાને લીધે કોઇ મોટો અકસ્માત સર્જાયો નથી. મોટી દુર્ઘટના સર્જાતા પહેલાં ટળી ગઇ છે.
અજાણી વ્યક્તિએ ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું ઘડ્યું
રેલવે વિભાગની ટીમે હાલ ટીખલખોરો સુધી પહોંચવા માટે ડોગ સ્કોડની મદદ લીધી છે. સુરત નજીક વડોદરા જિલ્લામાં રેલવે ટ્રેક સાથે ચેડાં કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં કોઈ અજાણ્યા વ્યક્તિએ ફિશ પ્લેટ અને ચાવી ખોલીને અપ ટ્રેક પર મૂકી દીધી હતી. આ સાથે સાથે 71 જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત, પરંતુ ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટે કી-મેન સુભાષ કુમારને સમયસર એલર્ટ કરી દીધા હતા.
આ પછી, ટ્રેકની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે, કોઈએ ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું ઘડ્યું હતું. પશ્વિમ રેલવે, વડોદરા ડિવીઝનને શનિવારે તેનો એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે કેટલાક અજાણ્યા લોકોને કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મૂકી દીધી હતી, ત્યારબાદ ટ્રેનની અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી.
#WATCH | Gujarat | Some unknown person opened the fish plate and some keys from the UP line track and put them on the same track near Kim railway station after which the train movement was stopped. Soon the train service started on the line: Western railway, Vadodara Division pic.twitter.com/PAf1rMAEDo
— ANI (@ANI) September 21, 2024
ફિશ પ્લેટ ખોલીને અપ ટ્રેક પર રાખી દીધી
ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું હતું અને કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટના સવારે 05:24 વાગ્યે બની હતી, જ્યારે એલર્ટ મેન સુભાષ કુમારને ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ કીમ દ્વારા માહિતી મળી હતી કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ અપ ટ્રેક પરથી ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલીને અપ ટ્રેક પર રાખી દીધી હતી. આ ઘટના કિમી 292/27-291/27 વચ્ચે બની હતી. રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના રામપુરથી લગભગ 43 કિલોમીટર દૂર રૂદ્રપુર સિટી રેલવે સ્ટેશન પાસે સર્જાઇ હતી.
રૂદ્રપુર સિટી સેક્શનના રેલવે એન્જીનિયર રાજેન્દ્ર કુમારને ફરિયાદ પર રામપુરના રાજકીય રેલવે પોલીસ મથકમાં એક અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરૂખાબાદમાં પણ 24 ઓગસ્ટના રોજ આ પ્રકારની ઘટનામાં કાસગંજ-ફરૂખાબાદ રેલવે ટ્રેક પર ભટાસા રેલવે સ્ટેશન પાસે રેલવેના પાટા પર મોટા લાકડાં મુકી દેવામાં આવ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App