Gulmahor Flowers: તમે ગુલમહોરના ઝાડ પર લાલ ફૂલો જોયા જ હશે. ગુલમહોર વૃક્ષની સુંદરતા એના ફૂલોમાં જ છે. ઉનાળાની ઋતુ આવતાની સાથે જ ગુલમહોરનું ઝાડ ફૂલો(Gulmahor Flowers)થી ભરાઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ ફૂલો માત્ર પોતાની સુંદરતા માટે જ નહીં પરંતુ તેના ઔષધીય ગુણો માટે પણ જાણીતા છે.
આયુર્વેદમાં માત્ર ગુલમહોરના ફૂલ જ નહીં પરંતુ તેની છાલ અને પાંદડાનો ઉપયોગ પણ અનેક રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે.ગુલમહોરમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટિ-માઈક્રોબાયલ અને એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે. તે પીરિયડના દુખાવા, સાંધાના દુખાવા અને અન્ય ઘણી બીમારીઓમાં રાહત આપવામાં અસરકારક માનવામાં આવે છે.
જો તમે વાળ ખરવાથી પરેશાન છો તો આ રીતને અનુસરો
જો તમે વાળ ખરવાથી પરેશાન છો તો ગુલમહોરના પાનને તડકામાં સૂકવીને પીસી લો. આ પાવડરને હુંફાળા પાણીમાં મિક્સ કરો અને માસ્કની જેમ વાળમાં લગાવો. અઠવાડિયામાં ઓછામાં ઓછું 1 થી 2 વાર આવું કરો, વાળ ખરતા ઓછા થશે.
પીરિયડના દુખાવામાં રાહત આપે છે
ગુલમહોરના ફૂલો પીરિયડ્સ દરમિયાન પેટના ગંભીર દુખાવા અને ખેંચાણથી પણ રાહત અપાવવામાં મદદ કરે છે. તેના માટે ગુલમહોરના સૂકા ફૂલોને મિક્સરમાં પીસીને તેનો પાવડર બનાવી લો. પાઉડરમાં મધ મિક્સ કરીને દુખાવાની સ્થિતિમાં તેનું સેવન કરો, તેનાથી દુખાવામાં જલ્દી આરામ મળશે.
ઝાડના દર્દીઓને મળશે રાહત
જો તમે ઝાડાની સમસ્યાથી પરેશાન છો, તો ગુલમહોરની ડાળીની છાલને પીસીને પાવડર બનાવી લો. ઝાડા થવા પર તેનું ચૂર્ણ 1 થી 2 ગ્રામ ખાવું. તમને જલ્દી રાહત મળશે.
સંધિવાના દુખાવામાં રાહત મળે છે
આર્થરાઈટીસના દુખાવામાં પણ ગુલમહોર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પીળા ગુલમહોરના પાનને પીસીને પેસ્ટ બનાવીને દુખાવાની જગ્યા પર લગાવો. તેની સાથે તમે પાંદડાને પાણીમાં ઉકાળીને તે પાણીનું કોમ્પ્રેસ લઈ શકો છો.
ઘાને ફેલાતો રોકવા માટે ઉપયોગી
ગુલમહોરમાં જોવા મળતા એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ ઘાની સારવારમાં અસરકારક છે. આ ચેપની સંભાવનાને ઘટાડે છે. ઈજાના કારણે કપાઈ ગયો હોય કે સોજો આવતો હોય તો પીળા ગુલમહોરના પાનને પીસીને લેપ કરો. આ સિવાય ગુલમહોરના પાનનો ઉકાળો પણ તે પાણીથી ઈજાને સાફ કરવા માટે વાપરી શકાય છે.
ઝેરમાં ગુલમહોરના પાન સંજીવનીનું કામ કરે છે
વિછીંના ઝેરમાં પણ ગુલમહોરના પાન સંજીવનીનું કામ કરે છે. જો વિછીં કરડ્યો હોય અને તાત્કાલિક કોઇ ઇલાજ કરવો શક્ય ન હોય તો પીળા ગુલમહોરના ફુલને પીસીને વીછીંના ડંખની જગ્યાએ લગાવી દેવાથી રાહત થાય છે. ઝેરની અસર ઓછી થવા લાગે છે. ડંખ સ્થાને આપ ગુલમહોરના ફુલનું ચુર્ણ પણ લગાવી શકો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube