કામરેજના જાગૃત નાગરિકોની મહેનત રંગ લાવી- ફેક્ટરીને તળાવમાં છોડાતું પ્રદૂષિત પાણી બંધ કરવું પડ્યું

સુરત(Surat): કામરેજ(Kamrej) તાલુકાના પરબ(Parab) ગામે આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક(Industrial Park)માં આવેલી ફેકટરી દ્વારા છોડવામાં આવતા કેમીકલ કલર યુક્ત પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદ ઉંભેળ તાલુકા પંચાયત સભ્ય…

સુરત(Surat): કામરેજ(Kamrej) તાલુકાના પરબ(Parab) ગામે આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક(Industrial Park)માં આવેલી ફેકટરી દ્વારા છોડવામાં આવતા કેમીકલ કલર યુક્ત પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદ ઉંભેળ તાલુકા પંચાયત સભ્ય રાજુભાઇ બાલુભાઈ પટેલ દ્વારા ખોલવડ તાલુકા પંચાયત સભ્ય રમેશભાઈ શીંગાળાને કરવામાં આવી હતી. જે અંગે તાલુકા પંચાયત સભ્ય રમેશભાઈ શીંગાળા દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(Gujarat Pollution Control Board)ના અધિકારીઓને જાણ કરતા ગત રોજ જી.પી.સી.બી ના અધિકારીઓ ઉંભેળ ખાતે દોડી આવ્યા હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ તાલુકાના પરબ ગામે અવેલા ટેક્ષ ટાઇલ્સ પાર્કમાં આવેલી સુખારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,શિવ ઇકો ટેક્ષ ટાઈલ્સ પાર્ક નામના ઇન્ડસ્ટ્રીયલ દ્વારા છોડવામાં આવતું કેમીકલ યુક્ત પ્રદૂષિત પાણી કુદરતી કોસમાં ભળતા ઉંભેળ ગામના ખેતરોની નજીકમાંથી પસાર થતા ખેતીની જમીનને નુકસાન કારક હોય તેમજ ઉંભેળ ગામમાં આવેલા ગોચરના તળાવમાં એ પાણી ભળી જાય છે.જે પાણી આગળથી આવે છે.તેમજ આગળ જતા ગૌચરના તળાવથી મીઠી ખાડી તેમજ કડોદરા ખાડી જે ઉંભેળ ગામની હદમાં આવેલી છે તેમાં એ દૂષિત પાણી ભળી જાય છે.

ઉંભેળ ગામના ખેડૂતો દ્વારા થયેલી રજુઆતના કારણે સ્થળ પર આવી પહોંચેલા જી.પી.સી.બી ના અધિકારી બી.ડી ગોહિલ તેમજ સી.સી.હડિયા દ્વારા ઉંભેળ ગામના ચેતનભાઈ પટેલ,રીંકુંભાઈ પટેલ,સુનિલભાઈ પટેલ,મનીષભાઈ આહીર તેમજ શશીભાઈ પટેલની હાજરીમાં પ્રદૂષિત પાણી અને કેમીકલ યુક્ત મિશ્રિત પાણીના નમૂના લઈ કાર્યવાહી કારવામાં આવી હતી.જે ઘટના બાદ ઉપરોક્ત પરબ ગામના ટેક્ષટાઇલ્સ પાર્કમાંથી દૂષિત પાણી આવતું બંધ થઈ ગયું હતું એટલે કે સ્વચ્છ પાણીનો વિડીયો પણ સામે આવ્યો છે જે વિડીયો કાર્યવાહી બાદનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *